Gujarat

કડીમાં ટ્રેકટરને ગાડીએ ટક્કર મારી, ટ્રેક્ટરમાં બેસેલા મહિલા રોડ પર પછડાતાં મોત નિપજ્યું

કડી
કડી તાલુકાના ખાવડ ગામે મંડપનો સામાન ભરીને જતા ટ્રેક્ટરને અકસ્માત નડતા અકસ્માતમાં એક મહિલાનું રોડ ઉપર પટકાતાં મોત નિપજ્યું હતું. કડી તાલુકાના બાવલું પોલીસે ગાડી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડી તાલુકાના ખાવડ ગામે રહેતા જયંતીભાઈ પોતે ખેત મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને પોતાના માલિકીનું ટ્રેકટર લઇને કડી ખાતે પરિવાર સાથે હવનમાં આવ્યાં હતાં. જ્યાં સાંજના સમયે પ્રસંગ પતી જતાં તેઓ તેમજ તેમની પત્ની કૈલાશબેન અને તેમની દિકરી સેજલ પોતાના માલિકીના ટ્રેક્ટરમાં મંડપનો સામાન ભરીને ખાવાડ ગામ ખાતે જવા માટે નીકળ્યાં હતાં. ત્યારે કડી તાલુકાના ખાવડ ગામે આવેલા શકિત માતાજીના મંદિર પાસે મંડપનો સામાન ભરેલી ટ્રેકટરને કડી તરફથી કલ્યાણપુરા તરફ જતી એક કારે ધડાકાભેર ટ્રેકટરને ટક્કર મારી હતી. જેથી ટ્રેક્ટરની અંદર બેઠેલા કૈલાસબેન રોડ ઉપર પછડાયાં હતાં. જ્યાં અકસ્માત સર્જાતા તેઓને ખાનગી વાહનમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં કૈલાસબેનનું સારવાર દરમિયાન મોત નિપજતાં ગાડી ચાલક વિરુદ્ધ બાવલું પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *