Gujarat

કપડવંજની સોસાયટીના મંદિરમાંથી માતાજીના દાગીના ગાયબ

કપડવંજ
કપડવંજના ડાકોર રોડ પર આવેલી યોગીનગર સોસાયટી વિભાગ ૧માં પ્રવેશતાં જ આવેલા અંબે માતાજીના મંદિરમાં ખરા બપોરે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મંદિરમાંથી ચાંદીના ચાર છત્ર અને ત્રણ મુકુટ ગાયબ થયેલા જાેવા મળ્યા હતા. આ મંદિરમાં વર્ષોથી રામસિંગભાઈ નાનજીભાઈ પટેલ પૂજાનું કામ કરે છે. સાથે જ ડાહ્યાભાઈ પણ પૂજારી તરીકે સેવા આરતી કરે છે. રામસિંગભાઈના જણાવ્યા પ્રમાણે સાંજની આરતી તેમના દ્વારા કરવામાં આવે છે. ત્યારે આરતી સમયે રામસિંગભાઈ દ્વારા મંદિરનો દરવાજાે ખોલતા મંદિરમાંથી ચોરી થયાનું જાણવા મળ્યું હતું. જેમાં, માતાજીના ત્રણ ચાંદીના છત્ર, એક હનુમાનજીનું છત્ર તેમજ ત્રણ મુકુટ જે અંદાજીત એક કિલો ગ્રામ વજનના અને હાલના ચાંદીના ભાવ પ્રમાણે રૂપિયા ૬૭થી ૭૦ હજારની કિમતની વસ્તુઓ ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. તેમજ આજુબાજુના રહિશોને જાણ કરવામાં આવી હતી. દિવસે ડાહ્યાભાઈ પૂજારી સેવા આરતી કરે છે, જ્યારે મારા દ્વારા આરતી કરવામાં આવે છે. સાંજના સમયે દરવાજા પર તાળું યથાવત હતું. તો જેના દ્વારા આ ચોરી કરવામાં આવી છે તેમને લોક ખોલી ઘટનાને અંજામ આપ્યા બાદ ફરીથી લોક બંદ કર્યું હતું. આજુબાજુ સી.સી.ટી.વી. કેમેરામાં તપાસતાં પણ કાંઈ મદદ મળી નહોતી. રામસિંગભાઈના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આ મંદિરમાંથી સગડી અને મંદિરના ઘંટ તેમજ એકવાર દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી. પણ હાલ તો, રામસિંગભાઈ અને સોસાયટીના પાંચ એક રહીશો સાથે રહી સમગ્ર ઘટનાની જાણ કપડવંજ ટાઉન પોલીસને કરવામાં આવી છે. જેની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

File-02-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *