Gujarat

કપડવંજ થી વિદ્યાનગર નવો  એસ.ટી. રૂટ શરૂ કરવામાં આવ્યો.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ નાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થી ઓ કપડવંજ થી વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે અપડાઉન કરે છે .તેઓ માટે કપડવંજ થી વિદ્યાનગર  માટે ડાયરેક્ટ રુટ બસ ન હોવાથી વિદ્યાર્થી ઓનો સમય નો બગાડ થવો અને બીજી ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો .આથી  ધારાસભ્ય  કાળુસિંહ ડાભી દ્રારા વિદ્યાર્થીઓના આ પ્રશ્નનો ને લઈને  એસ.ટી .વિભાગ ને રજુઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે કપડવંજ થી વિદ્યાનગર નો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો સમય સવાર ના ૮.૨૦ નો છે.
બસને પ્રસ્થાન પ્રસંગ માં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી, જીગીશા બેન પરમાર, કપડવંજ તાલુકા પ્રમુખ  રંગીતસિંહ પરમાર, કપડવંજ શહેર પ્રમુખ નલિનભાઇ રાઠોડ, કપડવંજ મહિલા પ્રમુખ હંસાબેન રાઠોડ,કપડવંજ  ઉપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાયક,ખેડા જિલ્લા સોશિયલ મીડિયા નાં મહામંત્રી ,કપડવંજ યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખ  મનીષભાઈ ગોહીલ અને જેના સક્રિય પ્રયત્નો દ્વારા આ રૂટ ચાલું થયો એવા NSUI  કપડવંજ સોશ્યિલ મીડિયા કન્ડિનેટર  પ્રકાશભાઈ નાયક અને સમગ્ર કપડવંજ એસ.ટી .વિભાગ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

FB_IMG_1664873804475.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *