મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાની સૌથી મોટી સમસ્યા પાણી ની સમસ્યાનો થશે હવે હલ.ગુજરાત રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ના નેતૃત્વમાં તેમજ કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ના પ્રયત્નો થી ગુજરાત સરકાર ના સ્વર્ણિમ જ્યંતિ યોજના અંતર્ગત કપડવંજ તાલુકાના વારાંશી ડેમ થી બેટાવાડા ભાલ તળાવ તથા જલોયા તળાવ ભરવા માટે રુ. 7 કરોડ 71 લાખ ના ખર્ચે થઈ રહેલ નવિન પાઇપલાઇન ના કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કપડવંજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી અને કામગીરી ની સંપૂર્ણ માહિતી મેળવી સમીક્ષા કરી હતી.આ ડેમની કામગીરી પૂર્ણ થયા બાદ પાણીની સુવિધા સ્થાનિક નાગરિકોને વધુ સારી રીતે મળી રહેશે.


