લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
ડ્રાઇવર કંડકટર નશાની હાલતમાં હોવાનો બસ ના મુસાફરો નો આક્ષેપ.
––———————-
ડ્રાઈવરને ટકોર કરાતાં કહ્યું, “બસ જવી હોય તો જાય, નહિ તો નાખો કેનાલમાં”
———————-
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે તારીખ ૯-૮-૨૨ ના રોજ કપડવંજ થી સાંજના અમદાવાદ જતી કપડવંજ સોનીની ચાલી એસ.ટી.બસ નંબર જીજે ૧૮ વાય ૯૨૨૬ નંબરની બસમાં મુસાફરી કરતા આ વાયરલ વીડિયો ક્લીપ માં ફરિયાદ કરતી બહેનોની ફરિયાદ રજુઆત સાભળો અને તેઓનો આક્ષેપ છે કે બસના ડ્રાઇવર કંડકટર દારૂ પીધેલી હાલતમાં હતા અને બસમાં મુસાફરી કરતા અકસ્માત મોત ના ભય થી કઠલાલ નજદીકના પોરડા – ભાટેરા પાટિયા પાસે બસમાંથી ઉતરી ગયા હતા.
વિડીયો વાઇરલ થતા તંત્ર દોડતું થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બસના પેસેન્જરોને બસ ચાલક દ્વારા જે પ્રમાણે બસ હંકારવામાં આવી રહી હતી એ જોતાં એમનામાં ભયનો માહોલ સર્જાયો હતો. કોઈ જાગૃત નાગરિક દ્વારા પૂછતાં તેમના દ્વારા દ્વારા કહેવામાં આવ્યું હતું. કે, “બસ જવી હોય તો જાય, નહિ તો નાખો કેનાલમાં”. એવામાં તમામ પેસેન્જરો ગભરાઈ ગયા હતાં અને ડ્રાઇવર અને કંડક્ટર નશાની હાલતમાં છે એ વાતની જાણ થઈ જતા બંને જણા ભાગી છૂટ્યા હતા.જયારે આ અંગે કપડવંજ ડેપો મેનેજર ને જાણ કરાતા ટિમ દ્વારા બસ કઠલાલ બસ સ્ટેશન ખાતે ખસાડવામાં આવી હતી. તેઓ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે તેવું જણાવ્યું હતું.


