Gujarat

કપરાડાના લવકર ગામે પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણી વહી ગયું

વલસાડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ અસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠાની યોજના હેઠળ કપરાડા અને ધરમપુરના આદિવાસી વિસ્તાર અને ડુંગરોમાં વસતા લોકોને નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કામનું ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં અસ્ટ્રોલ પાણી પુરવઠા યોજનાની કામગીરી રાજ્યના નર્મદા, કલ્પસર થતા પાણી પુરવઠા વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીના મતવિસ્તારમાં બની રહી છે. ત્યારે આ યોજના તરફ મંત્રી જીતુભાઈ ચૌધરી પોતાનું ધ્યાન દોરી યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરાવે તે જરૂરી છે. ઘટનાની જાણ મંત્રી જીતુભાઈ ચૌધરીને થતા તાત્કાલિક ઘટનાસ્થળે અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને મોકલાવી પાણીનો બગાડ અટકાવવા સૂચના આપવામાં આવી હતી.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લવકર ગામે વાંકી ફળિયામાંથી પસાર થતી અસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જતાં લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. કપરાડાના આદિવાસી વિસ્તાર અને ડુંગર વિસ્તારમાં રહેતા લોકોને નલ સે જલ યોજના હેઠળ ઘરઘર પાણી પહોંચાડવા માટે આ યોજનામાં સરકાર દ્વારા અંદાજીત ૫૮૬ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. ત્યારે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જતાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Millions-of-liters-of-water-flowed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *