Gujarat

કલા ક્ષેત્રે સાવરકુંડલા શહેરમાં આવેલી જે. વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં અદ્ભૂત પ્રદર્શન કરી જ્વલંત સફળતા મેળવી

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
.. કુલ ચાર કૃતિઓ પૈકી ત્રણમાં પ્રથમ ક્રમ અને એકમાં દ્વિતીય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. જે. વી મોદી હાઈસ્કૂલના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોષી અને સુપરવાઈઝર શ્રી ત્રિવેદીએ  સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા શાળાના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાને તેમની અથાગ મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા.
 તા.૧૦અને ૧૧ સપ્‍ટેમ્‍બરના રોજ અમરેલી ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં વિજેતા થતાં શ્રી જે વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ..જેમાં સુગમ સંગીત – ચૌહાણ શાહનવાઝ – પ્રથમ નંબર. ભજન : હરિયાણી મિત – પ્રથમ નંબરે, તબલાવાદન : ગૌસ્વામી મંત્ર – બીજો નંબર, સમુહગીત ટિમ : પ્રથમ નંબર જેમાં વીંછીયા પ્રતિમાબા , ખુમાણ દિવ્યતાબા , શેલાર મહેંદી , સોલંકી દક્ષા , ગૌસ્વામી મંત્ર , કનોજીયા અબ્બાસ , યાદવ દીપ જિલ્લા કક્ષાએ પ્રથમ  નંબર મેળવ્યો તમામ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારા વિજેતાઓને આ શાળાના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ જોષી તથા સુપરવાઈઝર શ્રી ત્રિવેદી સાહેબે તમામ વિજેતા સ્પર્ધકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.. શાળાના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાને પણ તેની કાર્યનિષ્ઠા અને સખત મહેનતને બિરદાવી હતી. આમ સાવરકુંડલા શહેરમાં આવેલ જે. વી મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે ડંકો વગાડયો હતો.

20220912_104527.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *