જૂનાગઢ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે દરેક સરકારી કચેરીઓ ત્રિરંગો લહેરાવાની સાથે આ અભિયાનમાં જોડાઈ અને લોકોને પણ પ્રેરિત કરે તે માટે કલેકટરશ્રી રચિત રાજે અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
“હર ઘર તિરંગા” અભિયાનમાં વધુને વધુ લોકો પોતાના ઘરોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે સબંધિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું.
જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો ઘરો, દુકાનો, ઉદ્યોગ ગૃહો આ કાર્યક્રમમાં સામેલ થઇને ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવે તે માટે રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સુવ્યવસ્થિત કેન્દ્રો નકકી કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવાનો આદેશ પણ કલેકટરશ્રીએ કર્યો હતો.
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ના વિવિધ કાર્યક્રમો યોજાશે.
