ગિરગઢડા
ભરત ગંગદેવ…
કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર એ પ્રજાલક્ષી પ્રશ્નોનો હકારત્મક નિરાકરણ લાવવા માટે સૂચના આપી હતી.
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતેની બેઠકમાં ધારાસભ્ય પૂજાભાઈ વંશે દબાણ, ઉના સુગર ફેક્ટરી સહિતના પ્રશ્નો રજૂ કર્યાં. આ સંદર્ભે કલેક્ટર એ પ્રશ્નોનો સમયમર્યાદામાં અને હકારાત્મક ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારી ઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.વી. લિંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે. ખાચર, નાયબ પોલિસ અધિક્ષક એમ.એમ. પરમાર ઉનાના પ્રાંત અધિકારી રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


