Gujarat

કલોલમાં એજન્ટ દ્વારા પૈસા ન મળતાં ફાયરિંગ કરાયું

ગાંધીનગર
ગાંધીનગર કલોલ પંચવટી વિસ્તારમાં મારુતિ બંગલોમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલ ખોડિયાર કિરાણા સ્ટોર્સ ચલાવે છે, જેમના ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવા માટે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી. બાદમાં ૧૮મી જાન્યુઆરીએ એજન્ટ ઋત્વિક વિજયભાઈ પારેખ અને દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ સાથે વિષ્ણુભાઈની મીટિંગ થઈ હતી. બન્ને એજન્ટે દોઢ મહિનામાં દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમે દિલ્હીથી ગ્રુપ તૈયાર કરી સીધા અમેરિકા મોકલી આપીએ છીએ. એ માટે કપલના ૧ કરોડ ૧૦ ભાવ છે અને બે દિવસમાં અડધું પેમેન્ટ આપવાનું રહેશે. જે પછી ડીલ નક્કી થઈ હતી. બાદમાં એજન્ટોએ ૨૩મી જાન્યુઆરીએ દંપતીની ટિકિટ આવી જશે. તમારે દિલ્હી આવી જવાનું પણ કહ્યું હતું. ૨૩ મીએ ભત્રીજા અને તેની પત્નીની ટિકિટ નહીં આવતાં વિષ્ણુભાઈએ ફોન કર્યો હતો. ત્યારે ઋત્વિક પારેખે કહ્યું હતું કે આગળથી ટિકિટનું બુકિંગ બંધ છે. ૨૭મીએ ટિકિટ આવી જશે, પરંતુ ૨૭ મીની જગ્યાએ ગઈકાલે ૪ ફેબ્રુઆરીની ટિકિટ આવી હતી. વિષ્ણુભાઈને ગાડી આવડતી ન હોવાથી એજન્ટ દેવને કહ્યું હતું કે મારો માણસ આવશે અને ૧૦ લાખ બતાવવા પડશે. બંને અમેરિકા પહોંચે એટલે અડધું પેમેન્ટ અને બાકીનું દોઢ મહિનામાં આપી દેવું પડશે. તેવી પણ વાત કરી હતી. એરપોર્ટ સુધી ઋત્વિક મૂકવા ગયો હતો. દેવમ પેસેન્જરોને લઈને દિલ્હી જવા રવાના થયો હતો. રસ્તામાં પહોંચતાં જ દિલ્હીના એજન્ટે દેવમને કહ્યું હતું કે અમે કામ શરૂ કરી દીધું છે. રૂપિયા બતાવવા પડશે, જેથી દેવમે ઋત્વિકને રૂપિયા જાેવા માટે દિલ્હીના માણસો આવે છે. તેમને વિષ્ણુભાઈના ઘરે લઈ જવાની વાત કરી હતી. એટલે કલોલ એનસી પેટ્રોલ પંપ ખાતે પહોંચીને ઋત્વિકે ફોન કરતાં રૈયાન અને તેની સાથે બે ઈસમ આવ્યા હતા અને બધા વિષ્ણુ ભાઈના ઘરે પહોંચ્યા હતા. રાત્રે સવા નવ વાગે પહોંચ્યા પછી બધા વિષ્ણુભાઈના ઘરે પોણો કલાક રોકાયા હતા. ચારેય લોકોએ પૈસાની માગણી કરી હતી, આથી વિષ્ણુ ભાઈએ કહેલું કે અમેરિકા પહોંચે એટલે પૈસા આપવાની વાત હતી. એજન્ટે મોકલેલા ઇસમો ઘરે આવતા વિષ્ણુ ભાઈએ ૮૦ લાખ રોકડા બતાવ્યા પણ હતા, પરંતુ દિલ્હીના એજન્ટની સૂચના મુજબ રૈયાને કોઈપણ ભોગે રૂપિયા લઈ લેવાના હતા. રૈયાને કમરમાંથી રિવોલ્વર કાઢીને વિષ્ણુભાઈ સામે તાકી દીધી હતી. હજી વિષ્ણુભાઈ કઈ સમજે એ પહેલાં જ તેણે ફાયરિંગ કરી દીધું હતું. જાેકે વિષ્ણુભાઈ ખસી જતાં ગોળી સોફામાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન વિષ્ણુ ભાઈના પુત્રએ મોબાઇલ ફોન છૂટો મારતા રૈયાનના હાથમાંથી રિવોલ્વર પડી ગઈ હતી, જેને તેની સાથેના ઈસમો ઉઠાવીને બધા ભાગ્યા હતા. વિષ્ણુભાઈ સહિતનાં પરિવારજનોએ બૂમાબૂમ કરતાં રૈયાન તેના બે માણસો સાથે નાસી ગયો હતો, પરંતુ ઋત્વિકને પહેલેથી પગે ઇજા થઇ હોવાથી તે ભાગી શક્યો ન હતો અને બધાંને હાથે ઝડપાઈ ગયો હતો. બાદમાં ઋત્વિકના પિતા અને તેનો ભાઈ પણ કલોલ વિષ્ણુભાઇના ઘરે આવી ગયા હતા. જેમને પણ પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. હાલમાં કલોલ તાલુકા પોલીસ દિલ્હીથી અમેરિકા જવા રવાના થયેલા પેસેન્જર અને એજન્ટ દેવમને પરત લાવવા માટે મથામણ કરી રહી છે.

30-lakh-of-policemen-were-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *