ગાંધીનગર
કલોલ તાલુકાના મુબારકપુરની હોમિયોપેથી કોલેજમાં હિતેશભાઈ શંભુભાઈ ડોબરિયા ટ્રસ્ટી છે. જેઓ અઠવાડિયામાં પાંચ દિવસ કોલેજ ખાતે જ રોકાણ કરતા હોય છે. ગત તા. ૧૧ મી માર્ચના રોજ કોલેજમાં જમણવારનો પ્રસંગ હતો. જે રાત્રીના દોઢ વાગ્યા સુધી ચાલ્યો હતો. કલોલ તાલુકાના મુબારકપુરની હોમિયોપેથી કોલેજમાં ત્રાટકીને તસ્કરોએ એકાઉન્ટ-એડમિન ઓફિસના તાળા તોડી ડાયરેક્ટરની ઓફિસમાં રાખવામાં આવેલી વિદ્યાર્થીઓની ફીની રકમ તેમજ કોલેજે વેચાણ કરેલ જનરલ બુકની રકમ મળીને ૧ લાખ ૭૦ હજાર રોકડ ચોરીની ઘટનાને અંજામ આપતા કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોલેજમાં જમણવારનો પ્રસંગ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ કોલેજની તમામ ઓફિસ બંધ કરીને હિતેશભાઈ ટ્રસ્ટીની ઓફિસમાં સૂઇ ગયા હતા. બીજા દિવસે નિત્યક્રમ મુજબ કોલેજમાં સ્વીપર સંજયભાઈ સાફ સફાઈ કરતા હતા. ત્યારે ભોંયતળિયે આવેલ લોખંડની જાળીનું અને ઓફિસનું તાળું તૂટેલ જાેઈ હિતેશભાઈને જાણ કરી હતી. આથી ટ્રસ્ટી હિતેશભાઈ તુરંત ભોંયતળિયે દોડી ગયા હતા. અને જાેયું તો એકાઉન્ટ અને એડમિન ઓફિસના તાળા તૂટેલી હાલતમાં હતા. ટેબલ પરનો સામાન અસ્તવ્યસ્ત હતો. તેમજ કોલેજ દ્વારા બીજી માર્ચથી ૧૦ માર્ચ સુધી વિધાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી ૧.૨૫ લાખ અને જનરલ બાઈક વેચાણની ૪૫ હજારની રોકડ મળીને ૧ લાખ ૭૦ હજારની રકમ ડાયરેક્ટરની ઓફિસના ડ્રોઅરમાંથી તસ્કરો ચોરી ગયાનું જાણવા મળ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


