Gujarat

કવાંટ તાલુકાના પાનવડ ગ્રામપંચાયત ના શૌચાલયના ભ્રષ્ટાચાર ને લઈ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. 

 સરકાર દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળતો હોય છે તે પૈકી કવાંટ તાલુકાના પાનવડ ગામે લાભાર્થીઓને પોતાના શૌચાલય બનાવવો નો લાભ મળ્યો હતો તે દરમ્યાન આ યોજના નો લાભ અપાવવા માટે
ગામનો જ વચેટીંયો માજીદખાંન ઈશાકભાઈ મકરાણી અને તેના મદદગાર દ્વારા ડોક્યુમેન્ટ ઉઘરાવી ને લાભાર્થીઓને લાભ અપાવવા માટે ની બાંહેધરી આપી હતી જેમાં ના 112 લાભાર્થીઓના કોન્ટ્રાક્ટ ના મટેરીયલ ના નામે  નાણાં ઉપડી ગયા હતા પરંતુ ઘણાં લાભાર્થીઓ ના શૌચાલય ના નામે મીંડું છે અને ઘણા શૌચાલયો અધૂરા છે તેવુ જણાવી  લાભાર્થીઓના આગેવાન ડુંગરસીંગ રાઠવા એ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવી આ ભ્રષ્ટાચાર માં જે કોઈ પણ સંડોવાયેલા હોય તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદીવાસી આગેવાન ડુંગરસીંગ રાઠવા એ જણાવ્યુ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220801_194124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *