Gujarat

કવાંટ તાલુકાના પાનવડ ગ્રામપંચાયત માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.        

પાનવડ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એમ એચ નિસરતા દ્વારા પાનવડ ગ્રામપંચાયત ઘરમાં સરપંચ તેમજ ગ્રામ પંચાયત નો સ્ટાફ અને ગ્રામજનો ને ઉપસ્થિત રાખી આવતી આગામી વિધાનસભાની ચૂંટણી લક્ષી માહિતી આપી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આપણે ભારતદેશ ના નાગરિક છે અને તમામને મત આપવાનો અધિકાર છે અને ખાસ કરીને જે મતદારો અપંગ હોય કે જેઓ વધારે ઉંમર ના ઘરડા હોય કે જેઓ ચાલી ન શકતા હોય તેવા મતદારો ને ઓટોરિક્ષામાં પણ બેસાડી ને લાવી મતદાન કરાવો અમારા સ્ટાફ ના માણસો પણ ત્યાં હાજર હશે તેઓ પણ તમારી મદદ કરશે તેવુ પાનવડ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એમ એચ નિસરતા એ જણાવી ગામલોકો ને મતદાન વિશે માહિતીગાર કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221015-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *