Gujarat

કાલોલમાં ખેતરોમાં મગર ફરતા ખેડૂતોમાં ડરનો માહોલ

હાલોલ
કાલોલ તાલુકાની નદીમાંથી ગામમાં આવી ચડેલો મગર રાત્રી દરમ્યાન જાેવા મળ્યો હતો, ગોલીબાર વિસ્તારના ખેતરોમાં રાત્રે ફરતો મગર સ્થાનિક રહીશોએ કેમેરામાં કેદ કર્યો હતો. રાત્રે ગાડીની હેડલાઈટના અજવાળામાં રોડ ઉપર ફરતો મગર ભાગીને ખેતરમાં જતો સ્પષ્ટ જાેઈ શકાય છે. જળાશયોમાંથી ભાગીને ખેતર અને રહેણાક વિસ્તારમાં આવી ચડતા મગર સ્થાનિક રહીશો અને પશુઓ માટે જાેખમી સાબિત થઈ શકે છે. હાલ, કજેતીની સિઝન છે, ખેડૂતો ડાંગર રોપણીના કામમાં જાેતરાયેલા છે ત્યારે પાણીથી ભરાયેલ ખેતરોમાં ડાંગરની રોપણી કરતા ખેડૂતો ડરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ હાલોલ તાલુકાના બે ગામડાઓમાં મગર જાેવા મળ્યો હતો. જે પૈકી એકને પકડી પાડવામાં આવ્યો હતો, અને એજ દિવસે કાલોલ તાલુકામાંથી પણ એક મગરને વાઈલ્ડલાઈફની રેસ્ક્યુ ટીમે પકડી પડ્યો હતો.ચોમાસા દરમિયાન સર્વત્ર વરસેલા વરસાદને પગલે પંચમહાલમાં લગભગ વિસ્તારોમાં સિઝનનો વરસાદ વરસી ગયો છે, ત્યારે નદી નાળાઓ અને કોતરો અનેકો વખત છલકાઈ જતા ગ્રામ્ય નદી કાંઠાના અને નર્મદા નહેર કાંઠાના ગામડાઓના લોકોને મગરોનો ભય સતાવી રહ્યો છે, ગામડાઓમાં આવી ચડતા મગરોએ હજી સુધી કોઈને નુકસાન પહોચાડ્યું નથી પરંતુ શક્યતાઓ નકારી શકાય એમ પણ નથી. વન વિભાગની રેસ્ક્યુ ટીમને હાલ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *