Gujarat

કાળઝાળ ગરમીમાં રમજાન માસ સહીત સવા મહીનાના રોજા રાખી ને સસાઈદ કરતા ભુલકાઓ 

…………………
      રમઝાન નો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે
બોડેલી અલીપુરા નવીનગરીમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી 11 વર્ષની શીમરન બાનુ મકસુદભાઈ મન્સૂરી તેમજ બોડેલી ના એસ.ટી ડેપો પાસે રહેતી  ખેરુન્નીશા સફીક એહમદ ખત્રી એ  કાળઝાળ ગરમીમા સસાઈદ ના રોજા રાખી પોતાના રબ ને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો
મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ ચાલુ વર્ષે રમઝાન માસ ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિ પરીક્ષા સમાન સાબિત થયો છે ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે  નાના ભુલકાઓએ પણ રોજા રાખ્યા હતા
ત્યારે 11 વર્ષની બાળકી શીમરન બાનુ  તેમજ ખેરુન્નીશા સફીક એહમદ ખત્રી એ રમજાનના એક મહિના ના રોજા રાખ્યા ત્યાર બાદ રમજાન ઈદના બીજે દિવસથી  બીજા  સાત રોજા રાખી  અલ્લાહની ઇબાદત કરી સસાઈદ ની ઉજવણી કરી હતી
તેમજ બોડેલી ના કુબેરનગર વિસ્તાર મા રહેતી ફકત આઠ વર્ષ ની ઇથાના સલમાનભાઇ પઠાણે કાળઝાળ ગરમીમા રમઝાન માસ ના એક મહિનાના રોજા રાખ્યા હતા
ઇમરાન મનસુરી
બોડેલી : છોટાઉદેપુર

IMG-20220511-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *