Gujarat

કિસ્તાન જેલમાં બંદીવાન ૬૩૫ માછીમારોને મુક્ત કરાવવા માંગણી.

પારાજ્ય સરકાર મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી સમક્ષ રજુઆત.

દીવ, દાદરા નગર  હવેલી ફીશરમેન સેલ દ્વારા મંત્રીની મુલાકાત કરાય.

ઉના – ગુજરાત રાજ્ય નાં મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીની મુલાકાત દીવ દાદરા નગરહવેલીનાં ફિશરમેન સેલનાં કનવીનર છગનભાઇ સોમાભાઈ બાંભણીયા તેમજ પાલડી ગામનાં તાલુકા પંચાયત સભ્ય કમલેશભાઈ સોલંકી સહિતના મોટીસંખ્યામાં આગેવાનો એ ઉના નાં દેલવાડા ગામે આવેલ રાજ્ય સરકાર નાં મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી સાથે બેઠક યોજી ગુજરાત અને દીવ દમણ વલસાડ સહિતના મોટીસંખ્યામાં પકડાયેલાં માછીમારો હાલમાં પાકિસ્તાન જેલમાં બંદીવાન હોય તેને તાત્કાલિક અસરથી વહેલી તકે છોડાવવા અને તેમના માદરે વતન લાવીને પરીવાર સાથે મીલન કરાવવાં માંગણી કરેલ છે

માછીમાર મંડળ નાં અગ્રણી દ્વારા મંત્રી પરષોત્તમ ભાઈ સોલંકી ને મોટી લીડ થી ચૂંટાયા બદલ શુભકામના પાઠવી હતી અને લાંબા સમય થી દરીયા સાગર ખેડુ માછીમારી દરીયાઇ સીમામાં કરતાં સરહદ સીમા ઓળંગી જતાં પાકિસ્તાન નેવી કોસ્ટર નાં હાથે ઝડપાયા બાદ લાંબા સમયથી અલંગ અંલગ જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને છોડાવવા પ્રતિનિધિ મંડળ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અને દિલ્હી રૂબરૂ મુલાકાત કરી કેન્દ્ર સરકાર નાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ મંત્રી ને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી જેલ માંથી છુટવા અંગે કોઈ જવાબ નહિં મળતા બંદીવાન સાગર પુત્રના પરીવાર સ્વજનો અને તેમના સંતાનો ભારે યાતના ભોગવવી રહ્યાં છે. તેમની આર્થિક સામાજિક હાલત પણ ખરાબ બની ગઈ છે.

તેમજ અમુક સાગર ખેડુ બિમારીનો પણ ભોગ બનેલા છે તેની ચિંતા પરીવારજનો માટે દયનિય બની રહી છે. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા મત્સ્યોદ્યોગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા દરેક માછીમારો વહેલી તકે છોડાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવે તેવી માંગણી કરાયેલ હતી. આ તકે રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી દ્વારા દરેક રજુઆતને તાત્કાલિક સરકાર મારફતે કેન્દ્ર સરકારમાં મોકલીને માછીમારોને વહેલી તકે છોડાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપી.

માછીમારોના સુખ દુઃખ તેમની સમસ્યા સ્થિતિ સારી રીતે જાણતા હોય અને શ્રમજીવી પરિવારની તાત્કાલિક મદદ કરવા આશ્વાસન આપેલ હતું

-બંદીવાન-૬૩૫-માછીમારો-ને-મુક્ત-કરાવવા-માંગણી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *