Gujarat

કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાની અઘ્યક્ષતામા બોડેલી ખાતે આદિ વનધન સંમેલન યોજાયું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા

બોડેલી apmc ખાતે ટ્રાઇફેડ દ્વારા આદિ વનધન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડાએ હાજરી આપી છે. જંગલ પેદાશોને પોષણક્ષમ ભાવ મળે અને આદિવાસીઓને રોજગારી મળે તે હેતુથી વનધન યોજના કાર્યરત છે. યોજનાનો વધુ વિસ્તાર થાય તે માટેના પ્રયાસો સરકાર કરી રહી છે તેવામાં આજે બોડેલી ખાતે ટ્રાઇફેડે સંમેલનના કાર્યક્રમનું આયોજન કર્યું. કેન્દ્રીય મંત્રીની સાથે ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવા, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા જો કે મુખ્ય મહેમાનને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં મોડું થતા કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાનું સંબોધન પૂરું થતાની સાથે જ લોકો મંડપ માંથી ઉઠીને ચાલ્યા ગયા તો બીજી બાજુ  કાર્યક્રમ ચાલુ જ હતું. કાર્યક્રમ બાદ મંત્રીએ મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના MLA અનંત પટેલ ઉપર હુમલાને લઈ નિવેદન આપતા રાજકીય લાભ લેવા કોંગ્રેસનું નાટક હોવાનું જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221009-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *