Gujarat

કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં કમળ ખિલશે? પંજાનો પાવર વધશે? ઝાડું સફાયો કરશે? કે અપક્ષોની અપેક્ષા પુર્ણ થશે? 

કેશોદ ૮૮ વિધાનસભા સભા મત વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અપક્ષોના ઉમેદવારોની વાત કરીએ તો દેવાભાઈ માલમ ધારાસભ્ય ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી પદ સુધી પહોંચી શકયાછે પરંતુ પાંચ વર્ષમાં મતદારો સુધી પહોંચી શક્યા નથી જે બાબતે મતદારોમાં નારાજગી જોવા મળેછે ચોમાસાની પરિસ્થિતિમાં અને કોરોના કાળ દરમીયાન મતદારોમાં  અતિશય નારાજગી જોવા મળી હતી તે ઉપરાંત કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વ્યાજ વટાવ વિષચક્ર દારૂ જુગાર આવારા તત્વો સહીતથી કેશોદ વિધાનસભા મત વિસ્તારના લોકો ત્રાહિમામછે છતાં છેલ્લા પાંચ વર્ષમાં કોઈ સુધારો થયો નથી દેવાભાઈ માલમ જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ભાજપમાં બે ભાગલા પડી ગયા હતા દેવાભાઈ માલમનું એક ગૃપ અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનુ એક ગૃપ જેથી ભાજપમાં બે જુથના કારણે અનેક વખત અંદરો અંદર નારાજગી જોવા મળતી હતી એમાં પણ અધુરામાં પુરૂ દેવાભાઈ માલમને ફરી રીપીટ કરવામાં આવતાં પુર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના ગૃપમાં નારાજગી સરમસીમાએ પહોંચતા અરવિંદભાઈ લાડાણીએ ભાજપમાંથી રાજીનામુ આપી અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા બંનેના મત વેર વીખેર થવાના હોય જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોળી સમાજના હોય એ પણ કોળી સમાજમાંથી થોડા ઘણાં મત મેળવી દેવાભાઈને નુકશાનકારક સાબિત થઈ શકે અને અન્ય અપક્ષના ઉમેદવાર પણ જ્ઞાતી સમીકરણોનો મહદઅંશે ભાગ ભજવશે  કોંગ્રેસના ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવારો વચ્ચે છેલ્લા આઠેક મહીનાથી સ્થાનિક અને આયાતી ઉમેદવારનો વાદ વિવાદ સર્જાયો હતો ત્યારે સ્થાનિક ઉમેદવારોને ટીકીટ ન મળતાં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને ટીકીટ નહી મળવા બાબતે રોષ ફેલાયોછે ત્યારે કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં કમળ ખિલશે? પંજાનો પાવર વધશે? ઝાડું સફાયો કરશે? કે અપક્ષોની અપેક્ષા પુર્ણ થશે? ચુંટણીના થોડા દિવસોમાં જ બાકી હોય આખરી સમયે શું પરિવર્તન થાય તે જોવાનું રહ્યું હાલ રાજકીય પક્ષોમાં ચુટણીને લઈ રાજકારણ ગરમાયુંછે
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *