કોંગ્રેસને હિન્દુઓની ભાવનાં સાથે કોઈ લેવા નથી એટલે અવનવા નિવેદનો આપે છે
વિશ્વ હિન્દુ પરિષદનાં અગ્રણી હસમુખ દુધાતનાં આકરા પ્રત્યાઘાતો
રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી
નેતા ભરતસિંહ સોલંકીએ રામમંદિર માટે એકત્ર કરવામાં આવેલ ઈંટો ઉપર કુતરાઓ પેશાબ કરતા હતા તેવું નિવેદન આપતાં તેમના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજયમાં પડેલ છે . અને કોંગી નેતા વિરૂધ્ધ ભાજપ , વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે . દરમિયાનમાં અમરેલી વિશ્વ હિન્દુ પરિષદનાં અગ્રણી હસમુખ દુધાતે એક નિવેદનમાં જણાવેલ છે કે કોંગ્રેસપક્ષ હિન્દુઓની ભાવના કયારેય સમજી શકયો નથી . દેશમાં ૧૦૦ કરોડની જનસંખ્યા હિન્દુઓની હોવા છતાં લોકશાહીનાં માહોલમાં પણ કોંગ્રેસપક્ષને હિન્દુઓની કોઈ ચિંતા નથી . વધુમાં જણાવેલ છે કે હવે દેશનાં કરોડો હિન્દુ પરિવારોનું સ્વપ્ન । જણાવેલ છે . અયોધ્યા ખાતે રામમંદિરનાં નિર્માણ સાથે પુરૂ થવા જઈ રહયું છે . ત્યારે કોંગી નેતા ભાન ભુલ્યા છે . અને આવા નિવેદન આપીને જ કોંગ્રેસપક્ષ અને કોંગીનેતાઓથી હિન્દુ સમાજ વિમુખ થઈ રહયો છે . અને એટલે જ કોંગ્રેસપક્ષ હવે ઇતિહાસમાં સ્થાન | પામવા જઈ રહયો છે તેમ અંતમાં જણાવેલ છે
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


