છોટાઉદેપુર જિલ્લાની 138 જેતપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા એ આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું. ઉમેદવારી પત્ર ભરવા જતાં સમયે સુખરામ રાઠવા એ બળદ ગાડી ઉપર સવારી કરી જંગી રેલી કવાંટ નગરમાં કાઢી. આદિવાસી ઢોલ નગારા સાથે રેલીમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી તો બળદ ઉપર સવારી સમયે મીડિયા સાથે વાત કરતા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા તો બીજીતરફ ખુદ સુખરામ રાઠવાના જમાઈ રાજુ રાઠવાએ ભાજપ તરફથી છોટાઉદેપુર બેઠક માટે આજે ઉમેદવારી નોંધાવી તેવામા પોતાની દીકરી અને જમાઈ તેમની સાથે ના હોવાને લઈ જણાવ્યું કે રાજકારણમાં આવી પરિસ્થતિ ઉભી થતી હોય છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


