Gujarat

કોંગ્રેસના સ્વ. અનિલ જાેષીયારાના પુત્ર હજારો કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા

અરવલ્લી
કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અનિલ જાેષીયારાના પુત્ર કેવલ જાેશીયારા આજે ભાજપમાં જાેડાયા છે. સી.આર. પાટીલની હાજરીમાં હજારો કાર્યકરો સાથે કેવલ જાેષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. તમને જણાવી દઈએ કે કેવલ જાેષીયારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અનિલ જાેષીયારાના પુત્ર છે. આ પ્રસંગે કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલ, સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કેવલ જાેષીયારાના પિતા ડો.અનિલ જાેષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે.

anil-joshiyara-son-bjp-join.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *