Gujarat

કોંગ્રેસને શહેઝાદા અને શહેજાદની ચિંતા ઃ જીતુ વાઘાણી

અમદાવાદ મનપામાં વિપક્ષ નેતાની વરણી મામલે કોંગ્રેસમાં થયેલા ગજગ્રાહને લઇને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેહરુ-ગાંધીના સમયથી તેમના શહેઝાદાથી લઇને અમદાવાદના શહેજાદ પઠાણ સુધીના લોકોની ચિંતા કરે છે, લોકોના હિતની ચિંતા કરતી નથી. જે વ્યક્તિ સીએએના કાયદા વિરુદ્ધના આંદોલનનો આરોપી હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેને વિપક્ષ નેતા બનાવીને કોંગ્રેસ સાબિત કરે છે. આ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે જેમનો દીકરો પેપરમાં ચોરી કરતો પકડાયો એ આવી વાતો કરે તે બાલિશતા લાગે છે. અમારા કાર્યકરો પર જે કેસો થયા એ ભાજપની કિન્નાખોરીને કારણે થયાં છે. કોંગ્રેસ પર ખામ નો આરોપ પ્રથમવાર નથી લાગ્યો, ભાજપ કોમ-કોમ અને ધર્મ વચ્ચે વિભાજનની રાજનીતિ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *