શાપર-વેરાવળ:- ગુજરાત રાજ્ય ના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્સ મુદત ની હડતાલ પર ઉતર્યા છે. તયારે 2018 થી લય પડતર પ્રશ્નો ને લય ને ઉકેલ નહીં આવતા
કોટડા સાંગાણી તાલુકા ની 42 ગ્રામ પંચાયતો ના તલાટીઓ એ ઉપસ્થિત રહીને મામલતદાર અને TDO ઓફિસે રજૂઆત કરેલ હતી જેમાં વિવિધ માંગો ને લય હાલ તલાટીઓ અચોક્કસ ની મુદત થી હડતાલ પર ઉતરેલા છે. જેમાં કોટડાસાંગાણી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં પણ કામગીરી ખોરંભાય ગય છે. જેથી ગ્રામ પંચાયતો માં ચાલતી વિવિધ યોજનાઓ ની કામગીરી બંધ રહેતા લોકો માં પણ ઉગ્ર રોસ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

