ગિરગઢડા
ભરત ગંગદેવ.
આજના શિક્ષણની ગળાકાપ હરીફાઈ અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી ખાનગી શાળાઓમાં તમારા બાળકો ટોપ આવે અને માતાપિતા નું નામ રોશન કરે એ જરૂરી નથી. સરકારી માધ્યમિક શાળાઓ માં પણ ટોપ પરીણામ આપતા વિદ્યાર્થીઓ આવેજ છે, પણ આવા લોકો એવી શાળાઓ ને સ્ટેજ આપવાના બદલે તેને નજર અંદાજ કરતાં હોય છે એવી સ્કુલ ની આપણે વાત કરી રહ્યા છે તે કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ ની ભ.ભા.સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડી ડી ઝાટકીયા માઘ્યમિક શાળા ઘાંટવડ ગામ ની છે આ વર્ષે આ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું સાબિત કરી દીધું કે મન હોય તો માળવે જવાય ઘાંટવડ માઘ્યમિક શાળા ના આશ્રય શ્રી જે.ડી મોરી સાહેબ નો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે ઘાંટવડ ની. ભ.ભા.સ્મારક ટ્રસ્ટ- કોડીનાર સંચાલિત ડી ડી ઝાટકિયા માધ્યમિક શાળા ઘાંટવડ (૪૫) વર્ષ પહેલા શરૂ થઈ હતી, જે આજે નવનિર્માણ પામીને ઘાંટવડ ગામના બાળકો માટે એક વટવુક્ષ બની ગઈ છે.આ શાળા એ અત્યાર સુધીમાં અનેક નામી-અનામી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને અવ્વલ નંબરે લાવી દેશ સમર્પિત કર્યા આ વર્ષે આ શાળાએ ssc માર્ચ-૨૦૨૨નું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે
પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર દીકરી પારુલ ધિરુ ભા ઝાલા ૯૩.૩૧ પી આ બીજા ક્રમાંકે અસ્મા બેન મુસા ભાઈ સેલોત જેમણે ૮૭.૫૭ પી આર મેળવ્યા હતા અને ત્રીજા ક્રમે પાયક તનુજા બેન હનીફ ભાઈ તેમને ૮૪.૯૬ પી આર મેળવી ત્રણે દીકરી ઓ એ ગામ નું નામ રોશન કર્યું હતું
જેમાં .પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર દીકરી પારુલ બા ઝાલા એ પરિવાર સમાજ અને સ્કૂલ નું નામ રોશન કર્યું છે. ખાસ વાત તો તે છે કે બોર્ડ નું પરિણામ ૬૫.૧૮.% કેન્દ્ર નું પરિણામ ૫૦% આ શાળાનું પરિણામ આવ્યું છે. તમામ સુવિધાથી સજ્જ આ સ્કૂલ પ્રાઇવેટ સ્કુલો ને પણ ટકર મારે તેવું સાબિત કરી આપ્યું હતું
મદયમ વર્ગ ની દીકરી ઓ જણાવ્યું કે કોરોના ના કારણે ધોરણ ૯ અને ૧૦માંથી ધોરણ ૧૦ માં માત્ર ૧૦ મહીના ભણવાનું રહ્યું.પરંતુ શાળાના આચાર્ય તથા શિક્ષકોએ રજાની કે વેકેશનની પરવા કર્યા વગર દીકરી એજ્યુકેશન દેવામાં જે મહેનત કરી છે તે ખરેખર બિરદાવવા જેવી વાત છે અને શાળાના આચાર્ય જે.ડી મોરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષથી અગિયારમા ધોરણ નો પણ વર્ગ ચાલુ થઈ જવા નો છે તો આજુ બાજુ વિસ્તાર ના લોકો અને વધુમાં વધુ જાણતા થાય અને વિદ્યાર્થીઓ અહીં સ્કૂલમાં એડમિશન લે અને સારી શિક્ષા પ્રાપ્ત કરે તેવું જણાવ્યું હતું


