Gujarat

કોડીનારમા તમાકુ નિષેધ દિવસ અંતર્ગત જિલ્લા સ્કોડ ટીમના દરોડા

જિલ્લા સ્કોડ ટીમે COTPA act- ૨૦૦૩ અંતર્ગત ૩૭ દુકાનદાર પાસેથી દંડની વસુલાત કરી
ગિરગઢડા તા 2
ભરત ગંગદેવ.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાની ટીમે કોડીનારમા દરોડા પાડવામા આવ્યા હતા. ૧૮ વર્ષોથી નાની ઉંમરના બાળકોને તમાકુ આપવી કે વેચવી ગુનો બને છે તેમજ તમાકુ વેચનારા દુકાનદારે પાનના ગલ્લે ૧૮ વર્ષથી નાના બાળકોને તમાકુ ખાય તે ગુનો બને છે તેઓ પ્રદર્શિત કરતું બોર્ડ લગાવવાનું COTPA ACT-2003ની કલમ ૬ અંતર્ગત લગાવવાનું હોય છે. પણ જિલ્લાની ટીમ દ્વારા તપાસ કરતા કોડીનારમાં ૩૭ પેઢીઓને ત્યાં બોર્ડ લગાવવામાં આવેલ ન હતું. તેમજ ચિત્રાત્મક આરોગ્ય વિષય ચેતવણી વગર તમાકુની બનાવટો નું વેચાણ કરતા ઝડપાયા હતા. તેઓને જિલ્લાની ટીમ દ્વારા બે હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ટીમની કાર્યવાહીમાં જિલ્લાના સોશિયલ વર્કર ડીજે વ્યાસ, બીબી ઝણકાટ, બી.એલ. કામળિયા, મેડિકલ ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એડ્મિનિસ્ટ્રેશન કે.એસ ચોચા કોડીનાર અને પોલીસ વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી.

IMG-20220601-WA0487.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *