Gujarat

કોમવાદ ફેલાવતી પોસ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

રાજકોટ
ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી શાંતિ ભંગ કરી હતી. આથી રાજ્યભરની પોલીસ એલર્ટ બની છે. રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને શાંતિની અપીલ કરી છે. તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કોમવાદ ફેલાવનાર વિરૂદ્ધ કડ કાર્યવાહી કરવામાં આવશે. આથી અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિ બનાવી રાખવા અપીલ કરાઇ છે. જાહેર જનતાને જાણ કરવામા આવે છે કે,ખંભાત ખાતે રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જેના અનુસંધાને અમુક લોકો દ્વારા જાહેર શાંતિ ભંગ કરવા તેમજ કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશિયલ મીડિયા ઉપર શાંતિ ભંગ કરતી પોસ્ટ મુકી અફવા ફેલાવામા આવે છે. આથી જાહેર જનતાને રાજકોટ શહેર પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે કે, આવી કોઇ અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને શાંતિ બનાવી રાખવી. તમામે નોંધ લેવી કે આવી પ્રવૃતિ કરશે તો તેઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *