Gujarat

કોળી સમાજના સોલંકી બંધુ સાથે સી.આર.પાટીલની બેઠક

અમરેલી
આવતી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીને લઈ સી.આર.પાટીલ અને સોલંકી બંધુ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ફોટા અને મેસેજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થયા બાદ બેઠક દરમિયાન શું રણનીતિ નક્કી કરાઈ છે, તેને લઈ ઉત્તેજના ચાલી રહી છે. નોંધનીય છે કે પરસોત્તમ સોલંકી ચાલુ મંત્રી હોવા છતાં તેમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. તેઓ ગમે ત્યારે ગમે તેવા નિવેદનો ખુલીને આપતાં ખચકાતા નથી. અગાઉ કોળી સમાજના નેતા અને કોંગ્રેસ પક્ષમાંથી કુંવરજી બાવળીયાને ભાજપમાં લઇ આવી કેબિનેટ મંત્રી બનાવી દીધા હતા. તેમજ પાર્ટી એમ વિચારતી હતી કે કુંવરજી બાવળીયાના કારણે સોલંકી બંધુ સાઈડ થશે. પરંતુ તેમ છતાં હજુ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો કોળી સમાજમાં દબદબો યથાવત હોવાને કારણે ભાજપ સતત વિચારી રહી છે. બીજી તરફ હીરા સોલંકીનું નામ શાહ-મોદીની ગુડ બુકમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હવે ૨૦૨૨માં શું થશે તેને લઈ અટકળો તેજ થઈ છે.હાલ સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈ રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. તેવા સમયે ખોડલ ધામ કાગવડ ખાતે પાટીદાર સમાજ અગ્રણીઓ અને કોળી સમાજના કેટલાક અગ્રણીઓની બેઠક મળી હતી. ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું. ગાંધીનગર ખાતે કોળી સમાજના દિગ્ગજાે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી બંને ભાઈ અને તેમના પુત્ર દિવ્યેશ સોલંકીની પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક યોજાઈ હતી. જાે કે આ બેઠક બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પણ શુભેચ્છા મુલાકાત કરી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મુલાકાતને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં બેઠકમાં નક્કી કરાયેલી રણનીતિને લઈને ભારે ચર્ચા જાેવા મળી રહી છે. ભાવનગર ગ્રામ્ય વિસ્તારની બેઠકમાંથી પરસોત્તમ સોલંકી ચૂંટાઈ આવ્યા છે અને સરકારમાં મંત્રી તરીકે વર્ષો સુધી ફરજ બજાવી ચુક્યા છે. સાથે તેમના નાના ભાઈ રાજુલા જાફરાબાદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી અને આ બંને સગા ભાઈ સોલંકી બંધુની બેઠકને લઈ રાજકારણ ફરી ગરમાયું છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનું સારું એવું વર્ચસ્વ હોવાને કારણે ભાજપ દ્વારા દર વિધાનસભા ચૂંટણી વખતે તેમને કોળી સમાજની મહત્વની જવાબદારી આપવામાં આવે છે.

CR-Patil-held-a-meeting-with-Koli-Samaj-veteran-Solanki-Bandhu.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *