બોડેલી તાલુકાના જબુગામમાં દલાજીભાઈ વણઝારાનુ અપહરણ કરી રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી હત્યા કરી નાખી હતી બનાવ સંદર્ભે બોડેલી પોલીસ સ્ટેશને ફરીયાદ થવા પામી છે સમગ્ર મામલે બોડેલી પોલીસે ઓપરેશન હાથ ધરી અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેનારા ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે દલાજીને મોતને ઘાટ ઉતારી અજાણ્યા આરોપીઓ નાસી ગયા હતા જબુગામની સીમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બોડેલી તાલુકાના જબુગામના હાઈવે માર્ગ પર આવેલ મકાનમાં રહેતા દલાજીભાઈ વણઝારા ઉ.વષૅ.૫૦ની મંગળવારે મોડી સાંજના સુમારે હત્યા કરવામાં આવી હતી લાશને પોલીસે શોધી કાઢી હતી અપહરણ બાદ દલાજીના પરીવારજનોને દલાજીના જ ફોન પરથી વાતચીત કરનાર અજાણ્યા ઈસમોએ તેમનો ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી મારી નાખવાના ઇરાદે અપહરણ કરી બળજબરીથી ફોન કરનારાઓએ રૂપિયા ૫૦ લાખની ખંડણી માંગી હતી પહેલા તો ઘરનાઓએ તેને મજાક સમજ્યું પરંતુ મોડી સાંજ સુધી દલાજીનો કોઈ પત્તો ન લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી જબુગામના દલાજી વણઝારા ટ્રેક્ટર, જેસીબી દ્વારા ખેતરોમાં કામ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે જેથી ગતરોજ બપોરના ઘરેથી નીકળી પોતાના કામ માટે પોતાની બાઈક લઈને ગયા હતા ત્યારે સાંજના તેમના પુત્ર નરસિંહભાઈ ઉપર રૂપિયા ૫૦લાખની ખંડણી માટેનો ફોન આવતા પરીવારજનો મજાક સમજતા હતા પણ જ્યારે સાંજ સુધી કોઈ પત્તો ન લાગતા અપહરણ થયું હોવાનું જાણવા મળતાં પરીવારજનો ચિંતાતુર બન્યા હતા અપહરણકર્તાઓએ રૂ.૫૦ લાખની ખંડણી માંગી હોવાથી પોલીસને જાણ થતાં જ પોલીસ પણ આશ્ચર્યચકિત બની હતી આ કેશ માટે પોલીસ કામે લાગતા જ દલાજીની હત્યા ગળે રૂમાલ વડે ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી
દલાજીની હત્યા ગળે રૂમાલ વડે ગળે ટૂંપો આપી હત્યા કરી ઘસડીને ખેતર માં એક જગ્યાએ ફેંકી હત્યારાઓ નાસી જઈ ગુનો કર્યો હતો બોડેલી પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે બોડેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પીએમ બનાવ અંગે નરસિંહભાઈ વણઝારાએ બોડેલી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરી હતી
(ફોટો વિગત) દલાજી વણઝારાની ફાઈલ તસવીર
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


