Gujarat

ખંભાતમાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા નાસ-ભાગ, ફાયર વિભાગની ૨ ટીમે કાબુ મેળવ્યો

ખંભાત
ખંભાત ગ્રામ્ય વિસ્તારના રંગપુર ગામે ટ્રક ચાલક અમીરભાઇ આરીફભાઈ વોરા તારાપુરના રહેવાસી છે અને તેઓ જીજે ૨૩ એક્સ ૯૭૦૦ નંબરની ટ્રક લઈ ખંભાતના રંગપુર ખાતે ઘાસ ભરવા આવ્યા હતા. તે દરમિયાન એકાએક શોર્ટ સર્કિટ થતા ટ્રકમાં આગ લાગી હતી. જેને લઇને અફરાતફરી મચી જવા પામી હતી. થોડી જ વારમાં આગ વિકરાળ સ્વરુપ ધારણ કરતા સ્થાનિકો દ્વારા ખંભાત નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર નાજિનભાઈ આગા સહિત ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગ વિકરાળ હોય જેને લઈ બીજા ફાયર ફાઈટરની જરૂર પડતા પેટલાદ તેમજ ખંભાત ઓએનજીસીના ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે ખંભાત નગરપાલિકા ફાયર વિભાગના ફાયર ઓફિસર નાઝિનભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, લગભગ દોઢથી બે વાગ્યાની વચ્ચે ખંભાત ફાયર વિભાગને ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાને મેસેજ મળ્યો હતો. જેને લઇ ખંભાત ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હતી જેથી મારી પાસે પેટલાદ ફાયરનો ચાર્જ હતો. જેથી પેટલાદ તેમજ ઓએનજીસીના ભાઈ વિભાગને જાણ કરતા બંને ફાઇટરો ઘટનાસ્થળે દોડીઆવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *