Gujarat

ખંભાતમાં થયેલ રમખાણમાં ૯ લોકોની ધરપકડ કરાઈ

આણંદ
ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જાેકે, આ શોભાયાત્રા હજુ ૫૦૦ મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ સમયે હાજર પોલીસ ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા કોશીષ કરી હતી. પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આથી, તુરંત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તુરંત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ખંભાતના મુખ્ય બજારમાં પથ્થરમારાની સાથે સાથે દુકાનોમાં આગ ચાંપવાના બનાવોએ પણ પોલીસને દોડતી કરી હતી. ખંભાતમાં ટાવર બજાર ખાતે ૭થી ૮ દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. જ્યાં પરિસ્થિતિને કાબુમાં લેવા એસપી, એએસપી જિલ્લા એલસીબી, એસઓજીની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી હતી. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. બે જૂથમાં થયેલી અથડામણમાં એકનું મોત થયું છે. ખંભાતના રાણા ચકલામાં રહેતા કનૈયાલાલ રાણાનું પથ્થરમારામાં ઘાયલ થવાથી મોત થયું છે. હમણાં સ્થળ પર ૪ એસઆરપીની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. તેમજ પરિસ્થિતી હમણાં રાબેતા મુજબ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હમણાં સંપૂર્ણ સ્થિતીને કાબૂમાં લેવામાં આવી છે. વિસ્તારમાં પેટ્રોલીંગ તેમજ સ્થાનિક લોકલ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. જેટલા પણ લોકો આમાં શામેલ હતા એમને અમે પકડી રહ્યા છીએ. અત્યારસુધીમાં ૯ લોકોની અટકાયત કરવામાં આવી છે અને બાકીના લોકો સામે પૂરાવાના હિસાબથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના પ્રિપ્લાન્ડ હતી કે કેમ એના અંગે તપાસ ચાલુ છે. સાતે જ તેમણે શાંતિ રાખીને પોલીસ તેમજ વહીવટી તંત્રને થોડી મદદ કરવા અને કોઈ અફવામાં ન પડવા અપીલ કરી હતી. બે દિવસ પહેલા ખંભાત શહેરમાં શાંતિ જાેખમાય નહિ એટલે પોલીસે આગોતરા પગલાં લીધાં હતાં. પોલીસ પણ ઘણી હતી. પણ ક્યાંકને ક્યાંક કમ્યુનિકેશન ગેપના કારણે જ્યારે રથયાત્રા નીકળી એટલે એના પર હિચકારો હુમલો થયો અને એ હુમલામાં હિન્દુ સમાજના એક યુવાનનું મોત થયું હતું. સમાજના લોકો હાજર રહ્યા હતા અને ૩૦૨ની કલમ ન લાગે અને તહોમતદારોની ધરપકડ ન થાય તેના માટે અમે લાશ પણ લેવાના નહોતા. પરંતુ ડિપાર્ટમેન્ટના એસપી અને ડિવાયએસપીએ ૩૦૨ની કલમ લાગી ગઈ હોવાનીનકલ બતાવી હતી અને તહેમતદારોની ધરપકડ કરી હતી. જેના પગલે અમે મૃતકની અંતિમ સંસ્કારની વીધિ તરફ આગળ વધી રહ્યા છીએ.ખંભાતમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી હતી. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો હતો. જાે કે આ જૂથ અથડામણમાં ખંભાતના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે રાયોટિંગના ગુનામાં પોલીસ દ્વારા ૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં હત્યા મામલે પોલીસની તપાસ હજુ ચાલુ છે. પરિસ્થિતીની ગંભીરતાને લઈને ઘટનાસ્થળ પર ૪ એસઆરપીની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. જાે કે હાલ પરિસ્થિતિ રાબેતા મુજબ છે. મૃતક કનૈયાલાલ રાણાનાં પરિવારજનો પેટલાદ પહોંચ્યાં હતાં. જ્યાં પીએમ કર્યા બાદ મૃતકની લાશ પરિવારને સોપાઈ હતી. પીએમ કર્યા બાદ સેમ્પલ એફએસએલ માટે મોકલવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *