Gujarat

ખંભાળિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડીંગનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ કરાયું

દ્વારકા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ, ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમાર અને કાયદા અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતીમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા માટે અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા માટે પૂર્ણ સુવિધાઓથી સજ્જ છ જિલ્લા કોર્ટ સંકુલ, તેર તાલુકા કોર્ટ અને આઠ ન્યાયાધીશ આવાસ અને વિવિધ સ્થળોએ કર્મચારી ક્વાર્ટર્સ મળી કુલ ૪૧ સ્થળોના ખાતમૂહુર્ત અને વર્ચ્યુઅલ શિલાન્યાસનો કાર્યક્રમ હાઇકોર્ટ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં સ્થાનિક ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા નવા બિલ્ડીંગના ઈ-લોકાર્પણ પ્રસંગે રાજ્ય કક્ષાના કાર્યક્રમને વીડિયો માધ્યમથી લિંક કરી સ્થાનિક ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ અગ્રણીઓએ આ કાર્યક્રમ નીહાળ્યો હતો. અમદાવાદથી ઓનલાઈન માધ્યમથી સંબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વૈષ્ણવજન તો તેને કહીએ ભજનમાં મનુષ્યએ કરવાનું થતું કર્મ અને કુદરતી ન્યાયનો ઉપદેશ આપણને મળી જાય છે. છોડમાં રણછોડ દેખાય છે એમ આપણને એકબીજામાં આત્મા પરમાત્માના પણ દર્શન થવા જાેઈએ.” તેવો ભાવાર્થ રજૂ કરી મુખ્યમંત્રીએ ન્યાયતંત્રમાં લોકોને રહેલો અતુટ વિશ્વાસ અને આદરભાવ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં વિશ્વાસથી વિકાસ અને ન્યાયતંત્રની જરૂરિયાત મુજબ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમના કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, ગુજરાતના ચીફ જસ્ટીસ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તેમજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશના અભ્યાસુ વક્તવ્ય સહિતના રાજ્યકક્ષાના આગેવાનો અને મહાનુભાવો સહભાગી થયા હતા. ખંભાળિયામાં સ્થાનિક કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજ પી.એસ કાલા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.ડી બુદ્ધદેવ, પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ ડી.બી. બારોટ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સુશ્રી એમ. આર. શુક્લા, ખંભાળિયાના એડિશનલ સિવિલ જજ વી.વી. જાેશી, બાર એસોસિએશનના પ્રમુખ એસ.જે. જાેશી તેમજ જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *