વિક્રમ સાખટ રાજુલા
*ખાંભા મુકામે કોળી સમાજ અને ગ્રામ જનો દ્વારા મા ભોમ ની રક્ષા કાજે ખાંભા ગામ ના વાઘેલા પરીવારના જાંબાઝ યુવાને હિમાચલ પ્રદેશ ખાતે S,S,B ની ટ્રેનીંગ પુર્ણ કરી* વતન ખાંભા ખાતે પહેલીવાર પધારતા *વાઘેલા અમિતકુમાર દિલિપભાઈ* ના સ્વાગત સન્માન માટે કોળી સમાજ અને અન્ય સમાજ ના આગેવાનો, હિન્દુ યુવા સંગઠન ના કાર્યકરો , સેવાભાવી સંસ્થાઓ અને સમસ્ત ગ્રામ જનો એ ઢોલ નગારા સાથે કુમ કુમ તિલક ચાંદલો કરી ફુલડે વધાવી જોરદાર એન્ટ્રી થી ભારત દેશ ના એક નૌજવાન સૈનિક નુ સ્વાગત સન્માન કર્યું હતું
આ કાર્યક્રમ મા ઉપસ્થિત મહાનુભાવો અરવિંદભાઈ ચાવડા, ખાંભા તાલુકા પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ ગોપાલભાઈ પરમાર, પુર્વ સરપંચ નટુભાઈ રાઠોડ, હિરેનભાઈ હિરપરા.વિપુલભાઈ સેલડીયા, બાબાભાઈ ખુમાણ, હમીરભાઇ ભરવાડ, અમરીશભાઈ જોષી, વેપારી એસોસિયેશન પ્રમુખ શ્રી, પત્રકાર ભાઈઓ, સાવરકુંડલા કોળી સમાજ આગેવાનો વીપુલભાઈ ઉનાવા પુર્વ પ્રમુખ નગરપાલિકા સાવરકુંડલા અને વલ્લભભાઈ જીજુવાડીયા ઉધોગપતિ સાવરકુંડલા અને હસુભાઈ ચાવડા નગરપાલિકા સભ્ય અને જગદીશ ઠાકોર, રણછોડભાઈ ખીમાણીયા, ખાંભા તાલુકા પ્રમુખ યુવા કોળી સમાજ સતિષભાઈ મકવાણા, રાજુભાઈ હરિયાણી,આનંદભાઈ ભટ્ટ, દિનુભાઈ રાઠોડ રમેશભાઈ મકવાણા , નાગજીભાઈ બારૈયા, નાગજીદાદા હડેત્રા પ્રેમપરા, બાબુદાદા ગઢીયા, સંજયભાઈ ડેડાણીયા,કે કે ચૌહાણ , રાજુભાઈ સાવડીયા,હરેશભાઈ મકવાણા,અશોકભાઈ પાટડિયા વિગેરે
ભાઈઓ બહેનો મિત્રો વડીલો, મહેમાનો અને ગ્રામ જનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ કરવા બદલ અભિનંદન, શુભેચ્છા પાઠવી હતી


