ઊના – શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ખાડામાં રોડ હોય તેમ મસમોટા ભુવા જેવા ખાડા પડી ગયા હોય અને વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યાં છે. આ રોડ પર પસાર થતાં વાહનો સર્પાકારની જેમ ચાલતા હોવાથી રાહદારીઓ તથા નાના વાહન ચાલકો સતત ભય હેઠળ રોડ પરથી પસાર થાય છે. છેલ્લા એક મહીનામાં રોડ પર રાજકારણ પણ ગરમાવ્યુ હતું. ત્યારે હવે રાજકારણ બન્ને પક્ષોએ પર રાખી પ્રજાની સુખાકારી માટે ખાડા માંથી રોડ બને એ માટે તંત્રને દમઢોળવુ પડશે એ માટે નિવેદન નહીં પર નેતાઓ ખાડામાં ઉતરેતો રોડ બને તેવી માંગણી પ્રજામાંથી ઉઠવા પામેલ છે.


