ઊના
ચોરવાડ ગામે રહેતા કિશોરભાઇ હરસુખભાઇ સોલંકી (ઉં.વ.૩૨) તેમજ ઓમ કિશોરભાઇ સોલંકી (ઉં.વ.૨૨) બન્ને યુવાનો કાકા-બાપાના ભાઇઓ થતાં હોય. આ બન્ને યુવાનો બાઇક પર ઊનાથી ગીરગઢડા તરફ જતા હતા. ત્યારે ખાપટ અને વડવીયાળા ગામ વચ્ચે રસ્તા સામેથી આવતુ કાકરી ભરેલુ ટ્રેક્ટર સાથે બાઇક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર કિશોરભાઇને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે તેમના પિતરાઇ ભાઇ ઓમને પણ પગના ભાગે ગંભીર ઇજા થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે ઉના હોસ્પીટલે પહોચે તે પહેલાજ તેમનું પણ મોત નિપજ્યુ હતું. બન્ને બાઇક સવાર ભાઇઓના કમકમાટી ભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બન્ને મૃતક યુવાનોના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના અંગેની મૃતકના પરીવારોને ચોરવાડ ખાતે જાણ કરી હતી. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઊના ગીરગઢડા રોડ પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બન્ને પિતરાઇ ભાઇઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. બન્ને યુવાનોના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડાયેલ છે.

