Gujarat

ખેડામાં રસ્તો ક્રોસ કરતા યુવકને કારે ટક્કર મારતા મોત નીપજ્યું

નડિયાદ
ખેડા તાલુકાના નાયકા પાસેના માધુપુરા, કંકુબેનના વાડામાં રહેતા શાંતિભાઈ બાવાભાઈ મકવાણા ગામની નજીક આવેલી કંપનીમાં નોકરી કરે છે. તેઓ ચાલતા પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા. ત્યારે માધુપુરા બસ સ્ટેન્ડ નજીક તેમનો ૩૨ વર્ષીય ભત્રીજાે મનીષભાઈ ભાવસિંગભાઈ મકવાણા રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે નાયકા તરફથી આવતી ઓલ્ટો કાર નંબર (જીજે-૦૭ડીઇ-૦૬૨૬)ના ચાલકે ઉપરોક્ત રસ્તો ક્રોસ કરી રહેલા મનીષભાઈને ટક્કર મારી હતી. જેથી મનીષભાઈ રોડ ઉપર પટકાયા હતા. બીજી બાજુ સમગ્ર ઘટના નજરે જાેનાર શાંતિભાઈ મકવાણા અહીંયા દોડી આવ્યા હતા અને કાર ચાલક તથા શાંતિભાઈ બંનેએ થઈને ઈજાગ્રસ્ત મનીષભાઈને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મનીષભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે શાંતિભાઈ બાવાભાઈ મકવાણાએ ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.ખેડા પાસે નાયકા ગામ નજીક કારની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટના પ્રત્યક્ષ નજરે જાેનારા મૃતકના કાકાએ સમગ્ર મામલે ખેડા ટાઉન પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *