નડિયાદ
એસઓજી પોલીસે ગતરોજ બાતમીના આધારે કપડવંજ તાલુકાના આંતરસુબા ગામે બીએસએનએલ ટાવર પાસે પાર્ક કરેલી ઈકો કારમાં તલાસી આદરી હતી. આ દરમિયાન કારની પાછળની સીટ નીચે છુપાવેલી એક દેશી બંદૂક, લોખંડનો સળિયો, લોખંડ તથા લાકડાના છરાઓ તેમજ ૧૭૦ ગ્રામ દારૂ ગોળાનો ઘન પાવડર મળી આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે? ઉપરોક્ત કારમાં બેઠેલા બન્ને ઉસમો વારીસમહમદ ઉર્ફે ભુરો અલીમમહમદ શેખ (રહે. કાભઈના મુવાડા, તા.કપડવંજ) અને રફીકમીયા ઉર્ફે રાજુ હૂસેનમીયા મલેક (રહે?.પીઠાઈ, તા.કઠલાલ) સામે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઉપરોકત ગુનામાં વપરાયેલી કાર તથા હથીયારો મળી કુલ રૂપિયા ૪ લાખ ૭ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ પંથકના આતરસુબા ગામેથી એસઓજી પોલીસે દેશી હથિયારો સાથે બે ઈસમોને પકડી લીધા છે. પોલીસે આ બંને ઈસમો પાસેથી દેશી બંદુક , લોખંડના છરા અને દારૂ ગોળાનો ઘન પાવડર સહિત ઈકો કાર મળી કુલ રૂપિયા ૪.૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


