ખેરાલુ
ખેરાલુ તાલુકાના ડભાડ ગામના વતની અને હાલ સરસ્વતી તાલુકાના ટીડીઓ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રકુમાર અંબાલાલ મોદી પરિવાર સાથે પાટણમાં રહે છે. તેઓ ખેરાલુની પ્રજાપતિ વાડીમાં યોજાયેલા તેમના કુટુંબીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. તસ્કરો વાડીની બહાર રોડ ઉપર પાર્ક કરેલી તેમની કાર (જીજે ૨૪એ ૭૩૦૧)નો ખાલી સાઇડની પાછળની બારીનો કાચ તોડી અંદર મૂકેલી રૂ.૧,૪૯,૫૦૦ની કીંમતનાં સોનાની બંગડીઓ, બુટ્ટીઓ, મગમાળા, ડાયમંડ વાળું મંગલસૂત્ર વગેરે ૬.૫ તોલાનાં ઘરેણાં ભરેલી થેલી ચોરી ગયા હતા. જેની જાણ થતાં ટીડીઓએ ખેરાલુ પોલીસ મથકે જાણ કરી હતી. પીઆઇ એ.ટી. પટેલે ગુનો નોંધી તપાસ આદરી છે.ખેરાલુમાં કુટુંબીના લગ્નમાં હાજરી આપવા આવેલા સરસ્વતી તાલુકાના ટીડીઓની પ્રજાપતિ વાડી બહાર પાર્ક કરેલી કારની બારીનો કાચ તોડી તસ્કરો રૂ. ૧.૪૯ લાખના સોનાના ઘરેણાં ચોરી ગયાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાઇ છે.


