પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામે ” ડુંગરવાંટ ફળિયા કનેક્ટિવિટી પ્રોજેક્ટ ” ( પાણી પુરવઠા ) હેઠળ પાણીના સંપમાં ગોઠવેલ એમ.બી.એચ. કંપનીની પાણી ખેંચવાની 3 હોર્સ પાવર વાળી ૨૨૭૫૨/- ની કિંમતની બે મોટરો ચોરાઈ જતાં પોલીસ ફરિયાદ થવા પામી હતી. જે અંગે પાવીજેતપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ગંભીરપુરાના બે આરોપીઓની મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ” ડુંગરવાંટ ફળિયા કનેક્ટિવિટી પ્રોજેક્ટ ” ( પાણી પુરવઠા ) નું છેલ્લા એકાદ વર્ષથી ૧૪ ગામોમાં પાણી પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ શક્તિ ગ્રામ ઉદ્યોગ કંપનીને મળેલ હોય, જે કંપની પંપીંગ મશીનરી ( પાણી ખેંચવાની મોટોરો ) પાણી ચડાવવા માટે જે તે ગામના સંપમાં ગોઠવવાની કામગીરી કરે છે. જેના ભાગરૂપે પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામે આવેલ
” ડુંગરવાંટ ફળિયા કનેક્ટિવિટી પ્રોજેક્ટ ” ( પાણી પુરવઠા ) પ્રોજેક્ટ હેઠળ પાણીના સંપમાં ગોઠવેલ એમ. બી. એચ. કંપનીની પાણી ખેંચવાની મોટર નંગ ૨ ચોરાઈ ગઈ હોવાની જાણ થતાં, જેનિકભાઈ એ બે મોટરો ની ચોરી થઇ હોવાની ફરિયાદ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ૨૬ મે ના રોજ નોંધાવવામાં આવી હતી. જેની તપાસ કરતા અધિકારી પી.એસ.આઇ જેતાવતને અંગત બાતમીદારથી માહિતી મળી હતી કે આ મોટરો ગંભીરપુરા ના જ બે આરોપીઓએ ચોરી કરી છે. જેના અનુસંધાને પી.એસ.આઇ. જેતાવત પોતાના પોલીસ સ્ટાફ સાથે આ બંને ઈસમોના ઘરે પોહચી જઈ તપાસ કરતા એમ.બી એચ. કંપનીની પાણી ખેચવાની ૩ હોસ પાવર વાળી ચોરાયેલી બંને મોટરો તેઓના ઘરમાંથી મળી આવી હતી. ગંભીરપુરા ના જ રહીશો રણજીતભાઈ રાઠવા તથા સુરેશભાઈ રાઠવા નાઓની બંને ચોરાયેલ મોટોરોના મુદ્દામાલ સાથે પાવીજેતપુર પોલીસે અટક કરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફોટોલાઈન :- પાવીજેતપુર તાલુકાના ગંભીરપુરા ગામે થી ચોરાયેલી બે મોટોરોના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પાવીજેતપુર પોલીસે પકડી પાડયા હતા જે તસવીરમાં નજરે પડે છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


