૪૨૭૮ બોટલ દારૂ અને બિયર સહિત કુલ રૂપિયા ૨૬,૬૮, ૭૧૦ નો મુદ્દામાલ ઝબ્બે
બોટાદ જિલ્લા પોલીસ ના વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ તથા એલ.સી.બી. પો.ઇન્સ. એ.બી.દેવધા પોતાની પોલીસ ટીમ સાથે જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં સાથે હતા ત્યારે બાતમી હકિકત મળેલ કે ગઢડા – ગઢાળી રોડ પર ખાવેલ ભરતભાઈ વાલેરાભાઈ ચાવડાની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરોનો જથ્થો ઉતારેલ છે અને ત્યાંથી અલગ – અલગ સ્થાનો પર આ જથ્થો હેરફેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ બાતમીના આધારે હકિકત વાળા સ્થળ ઉપર વિભાગીય પોલીસ અધિકારી બોટાદ અને એલ.સી.બી.ની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ ને સાથે રાખી સંયુક્ત રીતે રેઇડ કરતા મોટી સંખ્યામાં દારૂ બિયર નો ગેરકાયદેસર જથ્થો શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ મુદ્દે બોટાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જાણ કરેલી હકીકત મુજબ આ રેઈડ દરમિયાન અલગ – અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૪૨૭૮ અને કુલ બીયર ટીન નંગ ૩૪૩૧ મળી કુલ રૂપિયા ૨૦,૫૮,૭૧૦ /- કિંમતનો દારૂ બીયર નો જથ્થો અને ત્રણ બોલેરો પીકઅપ વાનની કુલ કિંમત રૂપિયા ૬ લાખ ગણી કુલ રૂપિયા ૨૬,૬૮, ૭૧૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સંદર્ભે દારૂ ની ગેરકાયદેસર હેરફેર કરતા અને પોતાની વાડીમાં દારૂનો જથ્થો ઉતારવા સબબ કુલ ૭ આરોપીઓ શિવકુ જેઠસુ૨ભાઈ કાઠી રહે. રેફડા, તા.બરવાળા, વિજય ૨વુભાઈ બોરીચા , રહે ૨ાય૫૨, તા.ગઢડા, જયવી૨ ઉર્ફે લાલો ભોળાભાઈ ચાવડા , રહે . ગઢડા, ભરત વાલેરાભાઈ ચાવડા, રહે . ગઢડા તથા બોલેરો પીકઅપ ગાડી – 03 ના અજાણ્યા ત્રણ વાહન ચાલકો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અંધારા નો લાભ લઇ ને આરોપીઓ નાસી છૂટતા શોધખોળ આદરવામાં આવી છે. આ રેઈડ દરમિયાન પોલીસ સ્ટાફ ના વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ, એલ.સી.બી. પી.આઈ. એ.બી. દેવધા, એ.એસ.આઈ. પ્રદીપસિંહ, હે.કો. રામદેવસિંહ મોરી, મયુરસિંહ ડોડીયા, રામદેવસિંહ ચાવડા, બળભદ્રસિંહ ગોહિલ, ભગીરથસિંહ, સહદેવસિંહ તથા અશ્વિનભાઈ સહિતના જોડાયા હતા….


