ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગાંધીજી નિ પવિત્ર ભૂમિ પોરબંદર માં સમાજ સેવિકા ચંદ્રીકાબેન તન્ના દ્વારા વર્ષોથી સામાજીક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ થતિ રહે છે ત્યારે હાલ શ્રી રામ ભક્ત, અંજનિ પુત્ર પ્રભુ શ્રી હનુમાનજી ના જન્મોત્સવ નિ ઉજવણીના ભાગરૂપે તારીખ 12/04/2022 નાં રોજ શ્રી સત્યનારાયણ મંદિર અને ઇન્ડિયન લયોનેસ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે શ્રીસત્યનારાયણ મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા પઠન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં કુલ ૪૮ જેટલા સ્પર્ધક બાળકોએ ભાગ લીધેલ.
ભાગલેનાર બાળકોને હનુમાન ચાલીસા કંઠસ્થ હોઇ તેઓએ સંપૂર્ણ હનુમાન ચાલીસાનું પઠન કરેલ.
આ સ્પર્ધામાં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટી શ્રીમતી શીલાબેન માખેચા ઇન્ડિયન લાયોનેસના સભ્ય તરફથી દરેક બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ સ્પર્ધામાં જાનવીબેન રાડિયા, મનિષાબેન મોનાણી પ્રોજેક્ટ ચેરમેન
ઇન્ડીયન લાયોનેસ તરફથી બાળકોને ટોપ ૧૧ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું
શ્રીભારતીબેન વ્યાસ શ્રીવર્ષાબેન પાડલીયા તરફથી પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ શ્રી હિતેષભાઈ કોટેચા પ્રેસિડેન્ટ ઇન્ડિયન લાયન્સ પોરબંદર તરફથી પણ દરેક સ્પર્ધકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં સાંદિપનીનાં ઋષિ કુમારો કેતનભાઈ મહેતા અને વિવેકભાઈ વ્યાસ તથા અરુણાબેનશાસ્ત્રી એ નિર્ણાયક તરીકેની ઉત્તમ સેવા આપેલ.
શીલાબેન માખેચા સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ ,
ઇન્ડીયન લયોનેસ પ્રેસિડેન્ટ ભારતીબેન વ્યાસ અને ઇન્ડિયન લાયોનેસ સેક્રેટરી ચંદ્રિકાબેન તન્નાએ સમગ્ર આયોજન ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ તે તમામ નો તથા ઉપસ્થિત રહેલ સર્વે મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ હતો અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ નિ ધાર્મિક કાર્યક્રમો નિ યાદી માં જણાવ્યું હતું.


