ગાંધીધામ
સીટી ટ્રાફિક શાખા દ્વારા ગાંધીધામ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના રિક્ષા ચાલકો તેમજ પેસેન્જર છકડા ચાલકોને બોલાવી ટ્રાફીક જાગૃતિ બાબતેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૧૦૦ જેટલી સંખ્યામાં રિક્ષા-છકડા ચાલકો તેમજ ટ્રાફીક શાખાના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમની સાથે શહેરમાં ટ્રાફીક સમસ્યા નિવારણ અંગે અને ટ્રાફીક જાગૃતિ બાબતે તેમજ ગાંધીધામ શહેર વિસ્તારમાં આમ જનતા માટે ટ્રાફિક નિયમન કરી ગાંધીધામ શહેરમા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે નીચે મુજબના મુદ્દાઓની સમજ કરી સુચનો કરવામા આવેલ હતા. રિક્ષા ચાલકે ડ્રાઇવિંગ લાઈસન્સ અને રજીસ્ટ્રેશન કાગળો સાથે રાખવા બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. તેમજ આ કાગળો સરકારશ્રીના નિયમ મુજબની ડીજીલોકર એપ. અથવા એમ પરીવહન એપ.માં રાખવા બાબતે સમજ કરવામાં આવેલ હતી. શહેરમાં પેસેન્જ રોડ ઉપર લેવા-મુકવા બાબતે ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમનું વાહન રોડની સાઇડમાં રાખવા સમજ કરવામાં આવી. તેમજ તેમના વાહનમાં પરમીટ મુજબ પેસેન્જર બેસાડવા સમજાવવામાં આવ્યા હતા. વાહનની આગળ-પાછળ નિયમ અનુસારની નંબર પ્લેટ લગાડવા તેમજ ખામી યુક્ત વાહન નહીં ચલાવવા સમજ કરવામાં આવેલ છે. રિક્ષામાં સવાર પેસેન્જરો સાથે જેમાં ખાસ કરીને સિનિયર સીટીઝનો તેમજ મહિલા પેસેન્જરો સાથે સારી વર્તુણક કરવા સમજ કરવામાં આવેલ છે. તેમજ કોઇ શંકાસ્પદ પેસેન્જરો અને શંકાસ્પદ ચીજવસ્તુઓ જણાય આવે તો તાત્કાલિક અત્રેની ટ્રાફિક શાખામા કે નજીકના પોલીસ સ્ટેશન/ચોકીમાં જાણ કરવા સમજ કરવામાં સમજ કરવામાં આવેલ છે. હાલ ગાંધીધામ શહેરમાં ઓસ્લો તેમજ રાજવી ફાટક ઓવરબ્રીજનું કામ ચાલુ હોઇ તે જગ્યાએ પેસેન્જર લેવા-મુકવા પોતાનુ વાહન ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમજ તે રોડ પર પાર્કિગ નહીં કરવા સમજ કરવામાં આવેલ છે. રિક્ષામા સવાર પેસેન્જરો દ્વારા ભુલથી તેમનો કોઈ કિંમતી સામાન જાે રીક્ષામા ભુલી જાય તો આ વાહન ચાલકે પોતાની નૈતિક ફરજ દાખવી તે પરત કરવા અનુરોધ કરવામા આવેલ છે. આ તમામ સુચના પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સીટી ટ્રાફિક પીએસઆઇ વાય.કે.ગોહિલ એ કરેલ છે.

