ભુજ
આદિપુર-ગાંધીધામ ને જાેડતા ટાગોર રોડ આજે ફરી એક વખત અકસ્માતગ્રસ્ત બન્યો હતો. આજે ગુરૂવારે વહેલી સવારે ૭ વાગ્યે ગાંધીધામ માલસામાનની ખરીદી કરવા જતાં વેપારી રાજુભાઈની મેક્ષીમો કારને પાછળથી પૂરપાટ આવતી નંબર પ્લેટ વગરની કિયા કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આજની ઘટનામાં જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં બંને ચાલકોને ઈજાઓ પહોંચી હતી. અલબત્ત જૂની પરંતુ નંબર પ્લેટ વગરની કિયા કારમાં ૪ જેટલા કિશોરો સવાર હતા અને કારની સ્પીડ ૧૨૦થી પણ વધુની ગતિ સાથે દોડતી હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ એસયુવી કાર બેકાબુ બની પાસેના ઝાડ સાથે ટકરાઈ પડતાં તેની આગળની બંન્ને એટબેગ ખુલી ગઈ હતી અને કારમાં મોટું નુકસાન થયું હોવાની સંભાવના સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ઔદ્યોગિક નગરમાં સગીર વયના બાળકો નાના મોટા વાહનો બેરોકટોક ચલાવી પોતાની સાથે અન્યોના જીવ પણ જાેખમમાં મૂકી રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલ ચાલી રહેલી પ્રસંશનીય ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ અંતર્ગત હવે નબીરાઓ દ્વારા ચલાવાતાં વાહનો ઉપર પણ કાર્યવાહી કરવાની માંગ લોકોએ જણાવી હતી.આદિપુરથી ગાંધીધામને જાેડતા ટાગોર રોડ પર વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં આદિપુરથી ગાંધીધામ તરફ જતી મેક્ષીમો ટેક્ષી કારને પાછળથી આવતી કિયા એસયુવી કારની જાેરદાર ટક્કર લાગતાં ટેક્ષીકાર પલટી મારી ગઈ હતી અને માર્ગ વચ્ચે ફસડાઈ પડી હતી. જ્યારે ટક્કર માર્યા બાદ અતિ સ્પીડમાં રહેલી કિયા કાર બેકાબુ બની માર્ગની બાજુમાં રહેલા ઝાડ સાથે ટકરાઈ પડી હતી. જેને આગળના ભાગે ભારે નુકશાન પહોંચ્યું હતું. આ કિયા કાર ૧૩થી ૧૪ વર્ષના સગીરો ચલાવી રહ્યા હોવાનું અને તેમાં ૪ જેટલા કિશોરો સવાર હતા એમ સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જાે કે કારમાંથી ૩ કિશોરો નાસી ગયા હતા, જ્યારે ચાલક સગીરને ઇજા પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.