Gujarat

ગાંધીનગરનાં મગોડીની શાળાના બાળકોને ‘ગુડ ટચ, બેડ ટચ’ની સમજ અભયમ ૧૮૧ની ટીમે આપી

ગાંધીનગર
રાજયમાં વધતા જતા દુષ્કર્મોને ધ્યાનમાં રાખીને અભય મ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન દ્વારા શાળાના બાળકોને સારી અને ખરાબ બાબતોની સમજ આપવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગરના મગોડીની આર એન પટેલ ઉ. મા. શાળામાં બાળકોને તલસ્પર્શી જ્ઞાન અભયમની ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું. અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ટીમના કર્મચારીઓ દ્વારા ગાંધીનગરનાં મગોડીની આર એન પટેલ શાળામાં વિધાર્થીઓ માટે “ગુડ ટચ બેડ ટચ “નો અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ – ૧૧ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ અવેરનેસ પ્રોગ્રામમાં બાળકોને “ગુડ ટચ, બેડ ટચ” વિશેના પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા. તેમજ અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કામગીરીનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું ખાસ આયોજન બાળકોમાં જાગૃતતા લાવવા માટે કરવામાં આવ્યું હતું. બાળકોને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ આ અંગે સમજ આપવામાં આવી જેનાથી બાળકોમાં નવી ઉર્જા તેમજ ઉત્સાહનો સંચાર થયેલ અને બાળકોને પ્રેરણા મળી હતી. આ ઉપરાંત બાળકોના આત્મવિશ્વાસમાં પણ ઉમેરો થયેલ તેમજ બાળકો પોતાના ગુપ્ત ભાગો અંગે તથા સારા અને ખરાબ સ્પર્શ અંગે વધુ સજાગ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકાયેલ છે. ઉર્દ્બીહ શ્ ઝ્રરૈઙ્મઙ્ઘ ડ્ઢીદૃીર્ઙ્મॅદ્બીહં ડ્ઢીॅટ્ઠિંદ્બીહં (ઉઝ્રડ્ઢ) દ્વારા મહિલાઓની સુરક્ષા તથા મહિલા સશક્તિકરણના વિશેષ હેતુથી ‘૧૮૧ અભયમ્‌ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો તે ઉક્ત હેલ્પ લાઈન નંબર પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *