ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં ‘મા’ શબ્દને લાંછન લગાડતાં કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે, બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અનેક ખૂણેથી નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરના સરગાસણથી અમદાવાદ તરફ જતા બ્રિજ પાસેના રોડથી દૂર આવેલા અવાવરુ ખેતરમાંથી નવજાત બાળક રડતું હોવાનો અવાજ સાંભળીને રાહદારીએ ૧૦૮ ને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમના હાર્દિક ગોસ્વામી અને જગદીશ રાવલ દ્વારા તુરંત બાળકનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. બાદમાં બાળકને એમ્બ્યુલન્સમાં સારવાર શરૂ કરી હતી. ત્યારે માલુમ પડયું હતું કે નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેથી ઝ્રઁઇ આપવામાં આવ્યું હતું. પણ બાળક તાજું જન્મેલું હોવાથી ઈઇઝ્રઁ ડો. પલકને ફોન કરવામાં આવ્યો હતો. જેમણે ટેલિફોન ઉપર જરૂરી માર્ગદર્શન આપતા હાર્દિકભાઈ અને જગદીશભાઇએ એ મુજબની બાળકને પ્રાથમિક સારવાર આપી ઓક્સિજન આપ્યો હતો. બાદમાં નવજાત બાળકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયું છે. જ્યાં બાળક જીવન મરણનાં ઝોલા ખાઈ રહ્યું છે. જેને બચાવી ગાંધીનગરના સરગાસણથી અમદાવાદ તરફ જતા બ્રિજ પાસેના રોડથી દૂર આવેલા અવાવરુ ખેતરમાંથી હમણાં થોડા વખત અગાઉ જ તાજા જન્મેલા બાળકને તરછોડીને તેની માતા નાસી ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાપ છૂપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેવાની જાણ થતાં જ ૧૦૮ની ટીમ પહોંચી ગઈ હતી. જ્યાં બાળક માટીથી લથબથ હતું અને કીડીઓ ચટકી ગઈ હતી. જેને હાલમાં સિવિલમાં સારવાર અપાઈ રહી છે.
