Gujarat

ગાંધીનગરના સેક્ટરોમાં સંક્રમણ વધી રહ્યું છે

ગાંધીનગર
કોરોનાની ત્રીજી લહેરના આગમનની સાથે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થ્રી-લેયર અને એન-૯૫ માસ્કનું વેચાણ વધી ગયું છે. બીજી લહેરમાં થ્રી-લેયર અને એન-૯૫ માસ્કનું રોજના ૧૦૦ નંગનું વેચાણ થતું હતું. જ્યારે હાલમાં થ્રી-લેયર અને એન-૯૫ માસ્કનું રોજનું ૫૦૦થી વધુ નંગનું વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, લોકો માસ્કની ખરીદી ૫૦થી ૧૦૦ નંગના પેકેટની જ કરી રહ્યા છે. સાથે જ બીજી લહેરમાં રોજના સિનેટાઇઝરનું ૧૦ લિટરનું વેચાણ થતું હતું. જ્યારે હાલમાં સંક્રમણ વધતા રોજ ૨૦થી વધુ લીટરનું વેચાણ થતું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. તેમાં રૂપિયા ૧૦ની કિંમતની બોટલો મોટી સંખ્યામાં વેચાય છે. આ રીતે શહેરમાં અગાઉની જેમ માસ્ક, સેનિટાઇઝરનું વેચાણ વધ્યુ છે.ગાંધીનગર ૨૪ કલાકમાં ૪૫ કેસના વધારા સાથે જિલ્લામાં કોરોનાના કુલ ૩૦૯ કેસ નોંધાયા છે. તેમાં મનપા વિસ્તારામાંથી ૨૧૩ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૯૬ કેસ નોંધાયા છે. જ્યારે સંક્રમિતોમાંથી માત્ર ૨ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે ૩૦૭ વ્યક્તિ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં ૩ વર્ષની બાળકીથી લઇને ૯૦ વર્ષના વડિલ સંક્રમિત થયા છે. જેમાં ૪૮ વિદ્યાર્થીઓની સામે ૭૦ વૃદ્ધો અને આધેડ વયની વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે.જાન્યુઆરીમાં નોંધાયેલા કેસમાં હજુ એકપણ દર્દીનું મોત થયું નથી. શિક્ષક, વકિલ, જવાન, સેવક, ખેડુત, વેપારી, એસ ટી ડ્રાઇવર, કંડક્ટર સહિત કોરોનામાં સપડાયા છે. જેના કારણે લોકોમાં ભારે ચિંતા જાેવા મળી રહી છે. મનપા વિસ્તારમાં ગ્રામ્ય બાદ હવે સેક્ટર વિસ્તારમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. જેને પરિણામે સેક્ટર-૧માં ૪, સેક્ટર-૨માં ૨૭, સેક્ટર-૩માં ૧૫, સેક્ટર-૪માં ૪, સેક્ટર-૫માં ૧૧, સેક્ટર-૬માં ૨, સેક્ટર-૭માં ૧૧, સેક્ટર-૮માં ૯, સેક્ટર-૯માં ૧, સેક્ટર-૧૨માં ૩, સેક્ટર-૧૩માં ૨, સેક્ટર-૧૪માં ૨, સેક્ટર-૧૭માં ૬, સેક્ટર-૧૯માં ૨, સેક્ટર-૨૩માં ૫, સેક્ટર-૨૧માં ૨, સેક્ટર-૨૨માં ૫, સેક્ટર-૨૩માં ૬, સેક્ટર-૨૪માં ૭, સેક્ટર-૨૫માં ૧, સેક્ટર-૨૬માં ૫, સેક્ટર-૨૯માં ૬, સેક્ટર-૩૦માં ૩ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી રાંદેસણમાં ૩, કુડાસણમાં ૧૩, પેથાપુરામાં ૪, સરગાસણમાં ૧૯, ઇન્દ્રોડામાં-૩, રાયસણમાં ૧૬, કોબામાં ૨, વાવોલમાં ૭, પાલજમાં ૧, રાંધેજામાં ૧ કેસ નોંધાયો છે. ગાંધીનગર અને કલોલ તાલુકામાં કોરોનાના વધતા જતા કેસને જાેતા હવે નિયંત્રણ જરૂરી બની રહ્યું છે. તેમ ગાંધીનગર તાલુકામાંથી ૪૬ કેસમાં આદરજમાં ૨, સરઢવમાં ૧, સીઆરપીએફ કેમ્પમાંથી ૩, ડભોડામાં ૨, ચંદ્રાલમાં ૧, છાલામાં ૧૧, ચિલોડામાં ૨, કાનપુરમાં ૧, લવારપુરમાં ૧, બીએસએફ કેમ્પમાં ૪, ઉનાવામાં ૩, અડાલજમાં ૮, અદાણી શાંતિગ્રામમાં ૧, ઉવારસદમાં ૪, ઇસનપુરમોટામાં ૧, કરાઇમાં ૧ કેસ નોંધાયો છે. જ્યારે કલોલ તાલુકામાંથી ૩૪ કેસમાં જાસપુરમાં ૧, બોરીસણામાં ૮, નગરપાલિકા વિસ્તારમાંથી ૧૯, નારદીપુરમાં ૧, નરોલામાં ૧, નોંદોલીમાં ૧, પલાસણમાં ૧, સૈજમાં ૨ કેસ નોંધાયા છે. ઉપરાંત માણસા તાલુકામાંથી ૭ કેસમાં આજાેલમાં ૧, પડુસ્મામાં ૧, પાલિકા વિસ્તારમાંથી ૧, રણછોડપુરામાં ૧ કેસ નોંધાયો છે. દહેગામ તાલુકામાંથી ૯ કેસમાં પાલિકા વિસ્તારમાંથી ૬, હાલીસામાં ૧, જીંડવામાં ૧, બહિયલમાં ૧ કેસ નોંધાયો છે. આમ હવે જે રીતે જિલ્લામાં કોરાનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેનું સતત મોનીટરીંગ પણ કરવામા આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *