Gujarat

ગાંધીનગરમાં બાઈક રોડની ડિવાઇડર કૂદી ગાડીને અથડાયું, બેનાં મોત, એક ગંભીર

ગાંધીનગર
ગાંધીનગરના ભાટ કોટેશ્વર રોડ ઉપર ગઈકાલે ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતાં બાઈક ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થતી ગાડીને જઈને ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવાનો પૈકી બેનાં કરૂણ મોત થયા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના ભાટ કોટેશ્વર રોડ ઉપર ગઈકાલે બાઈક સવાર ત્રણ યુવાનો પૈકીના એક યુવાને બાઈક પૂરપાટ ઝડપે હંકારીને બાઈક ડિવાઇડર કુદાવીને સામેના રોડ પરથી પસારથી કારમાં અથડાવી દેતાં બેનાં સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ???અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા તેજસ જીતેન્દ્રભાઈ શ્રીમાળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે છેલ્લા ચારેક માસથી રાણીપનાં દિનેશચંદ્ર મન્નાલાલ મુન્દ્રાની એમજી હેક્ટર ગાડીના ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. જેનાં શેઠની દહેગામના સાપા રોડ પર દેવકીનંદન મેટલ્સ પ્રા.લી.નામની કંપની આવેલી છે. ગઈકાલે સવારના દસેક વાગે નિત્યક્રમ મુજબ તેજસ તેના શેઠને લઈને દહેગામ કંપની ઉપર જવા માટે નિકળ્યો હતો. ત્યારે મોટેરા સ્ટેડીયમ પસાર કરી દહેગામ જતી વેળાએ ભાટ કોટેશ્વર ચોકડી તરફ જતાં રોડ ઉપર રઘુવંશી ફાર્મની સામેથી વળાંક વાળા રોડ ઉપર ત્રણ સવાર બાઈક ચાલકે તેની બાઈક પૂરપાટ ઝડપે હંકારીને ડિવાઇડર કુદાવી દઈ ગાડીને અથડાવી દીધી હતી. જેનાં કારણે ત્રણેય યુવાનો રોડ ઉપર પટકાયા હતા. અને ત્રણેયના માથામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે જણાવ્યું હતું કે, મજુરી કામ કરતાં બાઈક સવાર સુરેશ ભીમાભાઇ પરમાર, ગણેશ મોતીભાઇ રાઠોડ અને ગોપાલ રામજીભાઇ ચૌધરી(રહે.ભદ્રેશ્વર કોતરપુર,સરદારનગર) ત્રણેય બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે સુરેશે પૂરપાટ ઝડપે બાઇક હંકારીને બાઈક પરનો કાબુ ગુમાવી દઈ ડિવાઇડર કુદાવી સામેના રોડ પરથી પસાર થતી ગાડીને બાઈક અથડાવી દીધું હતું.જેમાં સુરેશ અને ગણેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગોપાલને ગંભીર હાલતમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. જેનાં બચવાની શક્યતા ઓછી લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર સ્ટેન્ડીંગ ચેરમેન જશવંતભાઈ પટેલે પણ પોલીસ વિભાગમાં જાણ કરીને આ રોડ ઉપર સ્પીડ બ્રેકર લગાવી દેવા સૂચન કર્યું હતું

20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *