Gujarat

ગાંધીનગરમાં રામનવમીએ પંચદેવ મંદિરે ૨૧ હજાર દિવડાથી શણગાર્યું હતું

ગાંધીનગર
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર ૨૨ સ્થિત પંચદેવ મંદિરે રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંદિરને ૨૧ હજાર દિવડાથી શણગારવામાં આવ્યું હતું. આ સાથે દિવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ સહિતના મહાનુભાવો સહિત શહેરની લોકોએ મોટી સંખ્યામાં દર્શનનો લ્હાવો લીધો હતો. પૂર્વ કોર્પોરેટર પ્રણવ પટેલ, જયરાજસિંહ વાઘેલા, રાકેશ પટેલ ઉપરાંત જયરાજસિંહ પરમાર, બ્રિજરાજસિંહ ગોહીલ, કરણસિંહ પરમાર, વિજયસિંહ વાઘેલાએ સમગ્ર આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ મેયર રીટાબેન પટેલ સહિતના નગરજનોએ ૨૧ હજાર દીપ પ્રગટાવ્યા હતા. જેમાં દિવડાથી રામ લખવાની સાથે સાથિયાની કૃતિ પણ તૈયાર કરાઈ હતી.

Gandhinagar-Panchdev-temple-was-decorated-with-21-thousand-lamps.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *