Gujarat

ગાંધીનગર પોલીસે ફરજની સાથે આદિવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરી માનવતા દાખવી

ગાંધીનગર
ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં એક પછી એક આંદોલન શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ વિદ્યા સહાયકો પણ આંદોલન ચલાવી રહ્યા છે. તો ગઈકાલે સેકટર-૮ ખાતે પંચાયતની મદદનીશ ઈજનેરની ભરતી મામલે પણ ઉચ્ચ ડિગ્રી ધરાવતાં ઈજનેરો સરકારની ભરતી પ્રક્રિયાનો વિરોધ નોંધાવી રહ્યા હતા. આ સિવાય ખેડૂતો પણ વીજળી મુદ્દે આંદોલનનાં મંડાણ કરી ચૂક્યા છે. એવામાં હવે આદીવાસી સમાજ દ્વારા સરકારની વિકાસની નીતિનો વિરોધ કરવા સત્યાગ્રહ છાવણી પર કોંગ્રેસના મંચ પરથી આંદોલન છેડવા આવ્યું છે. સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલા આદીવાસી સંમેલનમાં રાજયના ૧૪થી વધુ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ૫૦ થી વધુ લકઝરીમાં મોટી સંખ્યામાં આદીવાસી સમાજના લોકો ગાંધીનગર આવી પહોંચ્યા છે. આ સંમેલનના પગલે સત્યાગ્રહ છાવણી પોલીસ કુમક ગોઠવાઈ ગયું હતું. સત્યાગ્રહ છાવણી તરફના બંને તરફના રસ્તા બેરીકેટ વડે બંધ કરી દઈ દેવાયા છે. તેમજ ઠેર ઠેર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીનગર રેંજ આઈજીપી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ સત્યાગ્રહ છાવણી આવીને બંદોબસ્તની આગેવાની કરી જરૃરી સૂચનાઓ આપી રહ્યા છે. દૂર દૂરથી આવેલા આદીવાસી સમાજના લોકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યા હોવાનું નજરે પડતાં રેન્જ આઈજી અભય ચુડાસમા અને પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાત્કાલિક સ્ટાફના અધિકારીઓને પાણીની બોટલોની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. અને થોડીક મિનિટોમાં જ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આંદોલનકારીઓ માટે પાણીનું કાઉન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે. એક તરફ પોલીસ આંદોલનકારીઓ સામે દંડો પણ પછાડી કાયદો વ્યવસ્થા સંભાળી રહી છે. એવામાં એક પોલીસ દ્વારા ખાસ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવતાં સત્યાગ્રહ છાવણી પર હાજર આંદોલનકારીઓ પણ પોલીસની માનવતાભરી કામગીરીને બિરદાવી રહ્યા છે.ગાંધીનગરમાં તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસની આગેવાની સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલા આદીવાસી સંમેલનમાં હાજર આંદોલનકારીઓ માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ફરજની સાથોસાથ પાણીની પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે સવારથી દંડો પછાડી કાયદો વ્યવસ્થામાં જાેતરાયલ પોલીસના માનવીય અભિગમની પણ આદીવાસી સમાજનાં લોકોએ નોંધ લીધી છે.

Arranging-water-for-the-tribes-in-the-scorching-heat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *