ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગિરગઢડા તાલુકાના એભલવડ.થી ભાખા નોન પ્લાન્ટ રસ્તો મનજુર થયેલ તેમને ખાસો સમય થઈ ગયો હોવા છતાં આજ સુધી આ રસ્તો પૂર્ણતા થયો નથી.ગામ લોકોની અવાર નવાર રજુવાતો કરવા છતાં આ પ્રાસનની આંખ ખુલતી નથી અને ગિરગઢડા તાલુકો તો બન્યો પણ ઘણી ધોરી વગરનો છે. અત્યારે હાલ..” અંધેરી નગરી ગનડું રાજા જેવા ” પદાધિકારી ઓ ખરા પણ પણ સતા મર્યાદિત.હોય
આ રસ્તાનું કામ જો તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવે તો ઓછામાં ઓછા 8.થી 10.હજાર ખેડૂતો ને તેમનો લાભ મળી રહે પણ.? પૂર્ણતા ક્યારે.?
આ રસ્તો પૂર્ણ કરવા માટે. પેશકદમી નો સવાલ ઉભોથાઈ છે. અને તેનો નિકાલ આવતો નથી.જેતે સમયે ગિરસોમનાથ જિલ્લા કલેકટર દ્વારા પેશકદમી હટાવવા માપણી હુકમ પણ થઈ ગયેલા.
એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાની પેશકદમી હટાવવા વહીવટી તંત્ર દ્વારામાત્ર એક બીજાને ખો આપવાનું કામ કરી રહ્યા છે. આ રસ્તા નું કામ ચાલું પણ કરીદેવામાં આવ્યું હતું. મેટલ પણ નખાય ગયેલ છે. વચ્ચે. ખાલી 500.મીટર જેવડી જગ્યા પર પેશકદમી નો પ્રસન આવેશે. તો તે નો નિકાલ થાય તોજ રસ્તા નું કામ આગળ વધી શકે. પણ કરશે કોણ? આ સવાલ મહત્વનો છે.જો આ રસ્તો બની જાય તો ભાખા. થોરડી.જામવાળા. એભલવડ.જે ચાર ગામના લોકો ને સીધો જ ઉપયોગ થાય તેમ છે આ રસ્તો નહિ બનતા એભલવડ.ગામ લોકો ની સ્થિતિ. દયાજનક છે કારણકે તેમને નદીના વહેણમાંથી પસાર થવું પડે છે.જો પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ પણ રીતે વાધા વચકા પુરા કરી ચોમાસુ આવે તે પેલા આ રોડ પૂર્ણ કરવામાં આવે તો. ધરતીપુત્રો માટે. સારું છે બાકી તો ખેડૂતોએ પોતાના જીવના જોખમે. પોતાની વાડી. યા. ગામ જવાનું રેહશે..
કોઈ મોટી જાનહાનિ થાય અને પછી પ્રશાસન દોડતું થાય અને ફોન ની ધનટડયું રણકવા લાગે તેનો કોઈ મતલબ ખરો.? જો લોકોના માટે સુખાકારી કરવીજ હોય તો પેલા કેમ નહિ.? શા માટે.? પ્રશાસન ઢીલી નીતિ વાપરી રહી છે.? કોઈ નું દબાણ. કે બીજું કહી.? તેવા અનેક સવાલો લોક મુખે ચરચાઈ રહ્યા છે. અને એક સવાલ પણ અહીંયા મહત્વનો છે જ્યાં સેલ્ફી વધારે પડતી લેવાતી હોય ત્યાં કામના ઠેકાણા ન હોય તેવું પણ ચરચાઈ રહ્યું છે ?
શું ખરેખર આ વાત સરકાર જાનેશે ? કે એ પણ અંધારા માં છે. અત્યારે તો સેલ્ફી ની વાહ વાહ છે રોડ હોય કે રસ્તા ગટર હોય કે વાસમો. ખાત મૂરત કરી ને લોકો ને હયા ધારણા આપી દેવાય છે. પછી લોકો એ ત્યાં જોયાજ કરવાનું કે ક્યારે થશે…? ફોટા પાડવા વાળા તો ફોટા પાડી ને જતા રહ્યા ભોગવવાનું તો સ્થાનિક લોકો ને છે.? તેમની તો વાહ વાહ થઈ ગઈ


