ગીરગઢડાના ઈટવાયા ગામના ઢોરા વિસ્તારની સાર્વજનિક જગ્યામાં ભોળાનાથનું મંદિર આવેલ તે મંદીર ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડી તેમાં પથ્થર, પીઢિયા, પતરા સહીતનો માલસામાન મટીરિયલ ત્યાંથી લઈ જઈ ગામમાં આવેલ અન્ય ગૌચરની જગ્યામાં આ તમામ માલસામાનનો ઉપયોગ કરી સેગ્રીકેશન શેડ બનાવવામાં આવેલ હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચાર થયેલ હોવાનુ પુર્વ ઉપસરપંચએ જણાવ્યું હતું.
ઈટવાયા ગામે નવરચિત ગ્રામ પંચાયત દ્વારા 60 વર્ષ પૌરાણિક ભોળાનાથનુ મંદિર આવેલું હતું. આ મંદિરને ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડી તેનાં પથ્થર, પીઢિયા, પતરા સહીતનો માલસામાન લઈ જઈ અને ગામમાં આવેલ અન્ય સરકારી ગૌચરની જમીન નં.37માં કચરો નાખવા માટેનો સેગ્રીકેશન શેડ બનાવવામાં આવ્યો હોય જેથી હિંદુ સમાજની લાગણી દુભાય તેવુ કામ કરતા ગામ લોકોમા ભારે રોષ ફેલાયો હતો.
જ્યારે પંચાયત દ્વારા મંદિરના પથ્થર, પીઢિયા, પતરા સહીત માલ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જોવાનું એ રહ્યું કે ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે તે ગ્રાન્ટની રકમ ક્યારે અને ક્યાં કામમાં વાપરવામાં આવી છે ? ત્યારે પંચાયતની બેદરકારી અને ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પંચાયતના પુર્વ ઉપસરપંચ અરજણભાઈ ભુરાભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવ્યો છે. અને આની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ આ બાબતે ગામ લોકો દુર્લભભાઇ કાળુભાઇ વાઘેલાએ પણ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી આ સેગ્રીકેશન શેડનુ કામ જે ઈટવાયા ગૌચરની જમીનમાં બનાવવામાં આવ્યો છે તે બાંધકામ તાત્કાલીક બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે….


